ETV Bharat / state

200 કરોડના ખર્ચે પોરબંદરનું મોકર સાગર વેટલૅન્ડ વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનશે... - Porbandar Mokar Sagar Wetland - PORBANDAR MOKAR SAGAR WETLAND

પોરબંદરના મોકર સાગરને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું હવે સાકાર થશે. સિંચાઇ વિભાગને કરવાનું થતું કામ હવે પ્રવાસન વિભાગને સોંપાતા ચૂંટણી પહેલા ટેન્ડર બહાર પડાયું છે. ગુણવત્તા અને સમય ધ્યાનમાં રાખી રૂ.180 કરોડથી વધારીને પ્રોજેક્ટ માટે 200 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. Porbandar Mokar Sagar Wetland

00 કરોડના ખર્ચે બનશે પોરબંદરનું મોકર સાગર વેટલૅન્ડ વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનશે
00 કરોડના ખર્ચે બનશે પોરબંદરનું મોકર સાગર વેટલૅન્ડ વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 5:02 AM IST

00 કરોડના ખર્ચે બનશે પોરબંદરનું મોકર સાગર વેટલૅન્ડ વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનશે (Etv Bharat Gujarat)

પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રવાસન વિસ્તારને વિશ્વકક્ષાના પ્રવાસન તરીકે વિકસાવવા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વિકાસના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એમાંનો એક પ્રોજેક્ટ પોરબંદર નજીક મોકર સાગરનો છે. મોકર સાગરને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું હવે સાકાર થશે. સિંચાઇ વિભાગને કરવાનું થતું કામ હવે પ્રવાસન વિભાગને સોંપાતા ચૂંટણી પહેલા ટેન્ડર બહાર પડાયું છે. ગુણવત્તા અને સમય ધ્યાનમાં રાખી રૂ.180 કરોડથી વધારીને પ્રોજેક્ટ માટે 200 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મોકર સાગરનો પ્રોજેક્ટ આગામી સમયમાં શરૂ થયા બાદ વહેલો પૂરો થવાથી પ્રવાસન ક્ષેત્રે પોરબંદરની કાયાપલટ થશે. ત્યારે આ બાબત ને લઈ પક્ષી પ્રેમી ઓ એ પણ ખુશી વ્યકત કરી હતી અને સરકારને જરૂરી સૂચન પણ કર્યા હતા.

200 કરોડના ખર્ચે બનશે પોરબંદરનું મોકર સાગર વેટલૅન્ડ વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનશે
200 કરોડના ખર્ચે બનશે પોરબંદરનું મોકર સાગર વેટલૅન્ડ વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનશે (ETV Bharat Gujarat)

મોકરસાગર ડેમ: પોરબંદર જિલ્લાના મોકરસાગર ડેમનું વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનવા જઇ રહયુ છે. તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કાર્યશીલ બન્યું છે. પોરબંદર નજીક આવેલ મોકરસાગર વેટલેન્ડ ખાતે દેશ-વિદેશના અનેક પક્ષીઓનો જમાવડો રહે છે. આ મોકર સાગર વેટલેન્ડને વિશ્વ કક્ષાનું વેટલેન્ડ બનાવવા માટે ગયા વર્ષે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાએ સ્થળ મુલાકાત કરી હતી. અને ત્યારે 200 કરોડ રૂપિયાના ખર્ચે આ વેટલેન્ડને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત કરી હતી.

વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસો: તાજેતરમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને વન પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. એક સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ દેશના વડાપ્રધાન મોદીના મોકરસાગર ડેમને-સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ બનાવવાના સપનાને સાકાર કરવાની વાતને દોહરાવી હતી. તેમણે કહ્યું હતું કે, "સિંચાઈ વિભાગને કરવાનું થતું કામ હવે પ્રવાસન વિભાગને હેન્ડ ઓવર કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા જ મોકર સાગર ડેમને વિકસાવવાના કામનું ટેન્ડર બહાર પડાયું છે. કામમાં કોઈ પ્રકારનો વિલંબ ન થાય અને વહેલી તકે કામ શરૂ થાય તેવા હકારાત્મક અભિગમ સાથે કામગીરી શરુ થશે. આગામી સમયમાં વહેલી તકે મોકર સાગર ડેમને વિકસાવવાનો પ્રોજેક્ટ શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે".

આટલી સુવિધા આપવામાં આવશે: સોમનાથ, જુનાગઢ, પોરબંદર તેમજ બરડા અભયારણ તથા દ્વારકાએ પ્રવાસન ક્ષેત્રે મહત્વના સ્થળો રહ્યા છે. અહીં દરિયો, પહાડો, કુદરતી સૌંદર્ય સહિત હોવાથી મોકર સાગર વેટલેન્ડ ડેવલોપ થયા બાદ પોરબંદર વિશ્વકક્ષાએ પ્રવાસન ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી કરશે, અહીં સહેલાણીઓના આવવાથી રોજગારીની તકો વધશે. એક લાખથી વધુ પક્ષીઓના આશ્રયસ્થાનને વિકસાવવા ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર અને માર્ગોનું નવીનીકરણ કરાશે, તેમજ દરિયાનું ખારું પાણી આગળ વધતું અટકાવી વેટલેન્ડ સાઈટના ડેવલપમેન્ટ માટે પ્રવાસન લક્ષી માળખાગત કામો હાથ ધરાશે, જેનો લાભ સ્થાનિકોને લાભ થશે.પ્રવાસન ક્ષેત્રે મોકર સાગર વેટલેન્ડ ડેવલોપ થવાથી આસપાસના ગ્રામ્ય પંથકના લોકો રોજગારી વધવાના કારણે આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે તેમ મુળું ભાઈ બેરા એ જણાવ્યુ હતું.

બર્ડ લાઇફની થશે પ્રોટેક્શન: મોકર સાગર વેટેલાઇટ વિશ્વ કક્ષાએ પ્રવાસી સ્થળ બનવા જઈ રહ્યું છે ત્યારે મોટાભાગના યાયાવર પક્ષીઓ નહીં આવતા હોય છે અને ખાસ કરીને પક્ષીઓને લોકોની ખલેલ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું એ પણ હિતાવહ છે આથી પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ અને પક્ષી પ્રેમી ભરતભાઈ રોકાણીએ જણાવ્યું હતું કે, "પ્રવાસન વિભાગ દ્વારા વિકાસનો જે કામ કરવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે વન વિભાગને પણ આ કાર્યમાં જોડવામાં આવે અને પ્રવાસીઓ માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવે જેથી કરીને બર્ડ લાઇફ ડીસ્ટર્બ ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે અને બર્ડ લાઇફના પ્રોટેક્શન માટે પૂરતી વ્યવસ્થા ભવિષ્યમાં કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી".

  1. 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના પ્રખ્યાત પર્યટન સ્થળોની મુલાકાત લીધી, જાણો કયું સ્થળ છે સૌથી વધુ પ્રચલિત - Gujarat tourism sightseeing
  2. આજે "વિશ્વ પર્યાવરણ દિન" નિમિતે કચ્છમાં આવેલ વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વનની લો વર્ચ્યુઅલ મુલાકાત - World largest Miyawaki Forest

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.