પોરબંદર: ICG શીપ C-161 દ્વારા IFB 'કંકેશ્વરી' ના સાથે મળીને IFB 'ઓમ શ્રી 1' ના 7 માછીમારોને બચાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બોટ પૂરને કારણે પોરબંદર કિનારે 40 કિલોમીટર દૂર ડૂબી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, C-161, જે પોરબંદરની બહાર નિયમિત તૈનાત હતું, તેણે MRSC (PBD) દ્વારા પ્રસારિત IFB 'ઓમ શ્રી 1' ના ડિસ્ટ્રેસ કૉલનો ઝડપથી જવાબ આપ્યો હતો. ઉપરાંત 'IFB કંકેશ્વરીએ ડૂબતી બોટમાંથી 5 ક્રૂને બચાવ્યા હતા, પરંતુ C-161ની મદદથી અન્ય 2 ક્રૂને પણ બચાવી લેવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, તમામ 7 ક્રૂને C-161 શીપ પર લઈ જવામાં આવ્યા હતા અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. તેમની મેડિકલ ફિટનેસની તપાસ કર્યા પછી, માછીમારોને માંગરોળથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
થોડા જ દિવસો પહેલા 12 માછીમારોને કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા બચાવવામાં આવ્યા હતા. આમ, કોસ્ટ ગાર્ડ હંમેશા મુશ્કેલીના સમયે માછીમારોના જીવ બચાવવામાં તત્પર રહ્યું છે.
આ પણ વાંચો: