ETV Bharat / state

મોબાઈલની લાલચ આપી નરાધમે અનેક વખત સગીરાને બનાવી હવસનો શિકાર, આરોપી જેલ હવાલે - Rape with Minor girl

છોટાઉદેપુર જીલ્લામાં 13 વર્ષ અને 9 માસની બાળકીને એક નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટના સામે આવી છે. આરોપી જીજ્ઞેશ જયંતિભાઈ રાઠવા નામના ઈસમે સગીરાને મોબાઈલ આપવાની લાલચ આપીને બે વર્ષ પહેલાંથી ગામના જંગલની સીમમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં અવાર-નવાર શરીર સંબંધ બાંધી માર માર્યો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ છોટા ઉદેપુર પોલિસ મથકમાં નોંધાવી હતી.

સગીરા સાથે દુષ્કર્મ
સગીરા સાથે દુષ્કર્મ
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 10:53 PM IST

છોટાઉદેપુર જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જીલ્લાની સગીર વયની દીકરી જેની ઉંમર 13 વર્ષ 9 માસ હોય તેને ફરવા જવાના બહાને મોબાઈલ આપવાના બહાને ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ગામના જંગલની સીમમાં તથા એક ફેકટરી પાછળ લઈ જઈ દૂષ્કર્મ આચર્યુ હતું અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે સગીરાને તારા પપ્પાનો ફોન કેવી રીતે આવે છે ? તથા તારા મામાને કેવી રીતે ખબર પડી તેમ કહી ચોટલો પકડી માર માર્યો હતો. આ બાબતે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતા જોતા ઇપિકો કલમ ૩૨૩, ૩૬૬, ૩૭૬(૨)(N)(૩) , ૩૫૪(D), તથા પોકસો એક્ટ ૪.૬ હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી હતી અને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

સગીરાના પિતા કડીયા કામ કરતા હતા તે સમયે ફોન આવ્યો હોય કે તમારી છોકરીને સ્ટેટ બેંકની સામે કોક મારે છે, જે બાબતે સગીરાને ફોન કર્યો હતો. પરતું તેણે ફોન ઉઠાવ્યો ન હતો તેની શોધખોળ કરતાં આંખના દવાખાના પાસેથી તે મળી આવી હતી. તને કોણ મારતું હતું તે બાબતે પૂછતા સગીરાએ જીગ્નેશ રાઠવા નામના શખ્સનું નામ કહ્યું હતું. સગીરાએ કહ્યું કે, આરોપી તેને બાઈક પર બેસાડી તેના ફોઈના ઘરે લઈ ગયો હતો અને મારી સાથે કેમ નથી આવતી તેમજ તારા પપ્પાનો ફોન કેવી રીતે આવે છે અને તારા મામાને કેવી રીતે ખબર પડી તેમ કહી થપ્પડો પણ મારી હતી.

આ અંગે છોટાઉદેપુરના પી.આઈ, અરુણ પરમારે જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સગીરાને લાલચ આપી જીજ્ઞેશ રાઠવા નામના ઈસમે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પોક્સો એકટ મુજબ ગુન્હો નોંધવામા આવ્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

  1. Rape Crime : ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા, આરોપીને ફાંસીની માગ, તંત્રએ શરુ કરી બુલડોઝર કાર્યવાહી
  2. Agra Gang rape: આગ્રામાં સામૂહિક બળાત્કાર, પ્રેમિકાને મળવા જંગલમાં બોલાવી, પછી મિત્રોને સોંપી, ત્રણ આરોપી ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.