ETV Bharat / state

પીએમ મોદી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર ગર્જ્યાં, વિજય વિશ્વાસ સભામાં શું શું બોલ્યાં જૂઓ - PM Modi in Surendranagar

author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 4:20 PM IST

પીએમ મોદી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર ગર્જ્યાં, વિજય વિશ્વાસ સભામાં શું શું બોલ્યાં જૂઓ
પીએમ મોદી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર ગર્જ્યાં, વિજય વિશ્વાસ સભામાં શું શું બોલ્યાં જૂઓ

લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાતમાં 7મી મેએ મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે વેગવાન બનેલા ભાજપ પ્રચારમાં આજે પીએમ મોદી સુરેન્દ્રનગરમાં આવ્યાં હતાં. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં ભાજપને જીતાડવાની અપીલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતાં લોકોને ભાજપ સરકારના કામોની ઉપયોગિતા સમજાવી હતી.

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર ત્રિમંદિર મેદાનની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં ગુરુવારે પીએમ મોદી સુરેન્દ્રનગરમાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોને ભાજપ સરકારને વધુ એકવાર ચૂંટી કાઢવાના કારણો જણાવતાં વિપક્ષ પર ભારે શાબ્દિક પ્રહારો પણ કર્યાં હતાં. તેમણે પોતાના સંબોધનમાં શું કહ્યું જૂઓ.

કૌભાંડોને લઇ કોંગ્રેસને આડેહાથ લીધી : પીએમ મોદીએ કોંગ્રેસ સરકારના કૌભાંડોને લઇ ચાબખા માર્યાં હતાં.તેમણે કહ્યયું કે કોંગ્રેસે 2g ઘોટાલા, કોયલા ઘોટાલો, ડિફેન્સ, સીએજી, ઘોટાલા કર્યા. કોંગ્રેસે કરોડોના ઘોટાલા કર્યા મોદીએ 10 વર્ષોમાં એક પણ ઘોટાલો નથી થયો. વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. મોટી મોટી કંપનીઓ ભારતમાં આવવા માટે હરીફાઈ કરી રહી છે. કોંગ્રેસે દેશને તોડવાનુ કામ કર્યુ. કોંગ્રેસે હિંદુ સમાજને તોડવાનુ કામ કર્યુ. કોંગ્રેસ રામભક્તો અને શિવભક્તોમાં ભેદભાવ કરે છે. કોંગ્રેસ તૃષ્ટિકરણ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તે દેશમાં શક્તિનો વિનાશ કરશે.આપણે શક્તિના ઉપાસક છીએ.કોંગ્રેસ sc,st,obc નુ આરક્ષણ ધર્મના આધારે મુસ્લિમોને આપશે. કોંગ્રેસના મેનિફેસ્ટોના પહેલા પેજ પર મુસ્લિમ લીગની છાપ છે. કોંગ્રેસ પર ત્રણ પડકાર આપુ છું -1. કોંગ્રેસ સખીને બાંહેધરી આપે કે તે બંધારણમાં છેડછાડ ન કરે, 2. sc,st,obc નુ આરક્ષણ મુસ્લિમોને નહી આપે, 3. કોંગ્રેસ લેખીતમાં બાંહેધરી આપે કે આરક્ષણ ઝૂંટવી લેવાનુ કામ નહીં કરે. કોંગ્રેસ સરકારી ટેન્ડરમાં મુસ્લિમો માટે કોટા ફીક્સ કરશે. ભાજપ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે. ભાજપ સેના માટે મેડ ઈન ઈન્ડિયા શસ્ત્ર બનાવે છે. તમામ સેક્ટરમાં કોંગ્રેસ ભાગલા પાડવાનુ કામ કરે છે.

કોંગ્રેસે ગરીબોને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો : પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઈ ગયું છે. જેના હાથમાં એક સમયે બોમ્બ હતો, આજે તેના હાથમાં ભીખ માંગવાનો વાટકો છે. તુષ્ટિકરણ માટે કોંગ્રેસ કેટલી નીચે જશે? કોંગ્રેસે ધરતીથી આસમાન સુધી હજારો કરોડ રૂપિયાના કૌભાંડો કર્યા હતા, આજે ભારતની પ્રતિષ્ઠા વિશ્વમાં ગૂંજી રહી છે. આ છે ભારતના તિરંગાની તાકાત .કોંગ્રેસે ગરીબોને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો, ગરીબી દૂર કરી નહીં. ઇન્ડી જોડાણે મુસ્લિમોને વોટ જેહાદ કરવા કહ્યું છે.

આપણે બધા બૂથ જીતવા છે : તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ બધી માતાઓ-બહેનોએ ઉભા થઈને ઓવારણાં લીધા આપે મને આશીર્વાદ આપ્યા, હું સૌ માતા-બહેનોનો માથું નમાવીને આભાર માનું છું.જે રીતે ગુજરાત આખું ઓવારણાં લઈ રહ્યું છે, ગુજરાત જે રીતે પ્રેમ વરસાવી રહ્યું છે, ભાઈઓ-બહેનો હું ગુજરાતનું ઋણ ક્યારેય ન ભૂલી શકું. આપણે નાનું વિચારતા જ નથી, નાનું કરતા નથી, સ્ટેચ્યુ બનાવ્યું તો દુનિયાનું મોટામાં મોટું, સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયામાં મોટામાં મોટું એટલે કાચું કઈ કરવાનું જ નહીં.

પીએમ મોદીએ કરી મતદાનની અપીલv ભારે ગરમીની સ્થિતિમાં ઓછું મતદાન થવાની ભીતિ દરેક પક્ષોને સતાવી રહી છે ત્યારે પીએમ મોદીએ પણ મતદાનના દિવસે સવારના સમયમાં વધુ મતદાન થઇ જાય તેવી અપીલ કરતાં કહ્યું હતું કે સવારે 10 વાગ્યા પહેલા દરેક બુથમાં 25 -30 મતદારો થાળી વગાડતા,ગીત ગાતા ગાતા જેમ પ્રભાતિયાં ગવાયને એવી રીતે મતદાન મથકે જાય. આખાં બુથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય.

બંધારણ પ્રત્યે નિષ્ઠા દર્શાવી : સંવિધાન માટેની મારી લાગણી અને સમર્પણ કેવું છે, એ સુરેન્દ્રનગરવાળાને બરાબર યાદ છે. જ્યારે આપણાં સંવિધાનને 60 વર્ષ થયા જ્યારે દેશમાં ગુજરાત એક જ રાજ્ય હતું, કે જેણે ડો બાબાસાહેબ આંબેડકર અને સંવિધાનના ગૌરવને લઈને સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર સંવિધાન મૂકીને સરસ મજાની યાત્રા યોજી હતી.

  1. આણંદમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવતી પ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર - Lok Sabha Election 2024
  2. આજે જૂનાગઢમાં વડાપ્રધાન મોદી, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા સાથે સભા સ્થળ સુરક્ષા છાવણીમાં ફેરવાયું - Loksabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.