અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 63મો જન્મદિવસ છે. આ શુભ અવસર નિમિતે આજે દિવસની શરૂઆત જ મુખ્યમંત્રીએ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરની મુલાકાતથી કરી હતી. ત્રિમંદિર સંકુલમાં ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય નીરુએ દાદા ભગવાનની સમાધિ ખાતે પ્રાર્થના કરી, આશીર્વાદ મેળવ્યા હતા, અને શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ તેમના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિની કામના કરી રાજ્યના લોકો અને સમગ્ર રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
આજે જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 15, 2024
વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરી.
ત્રિમંદિર પરિસરમાં… pic.twitter.com/hSJlHwDz7n
મુખ્યમંત્રીની રાજકીય સફર: વર્ષ 1995 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેઓ મેમનગર નગરપાલિકાની સ્થાયી સમિતિમાં ચૂંટાયા. તેઓ વર્ષ 1999-2000 અને 2004-2006 દરમિયાન સ્થાનિક સંસ્થાના અધ્યક્ષ બની એક દાયકાથી વધુ સમય સુધી મ્યુનિસિપાલિટીમાં સેવા આપી. તેમણે 2008 અને 2010 વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના વાઇસ-ચેરમેન તરીકે પણ સેવા આપી છે. બાદમાં, તેમણે 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડના કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. આ કાર્યકાળ દરમિયાન, તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા. અને 2015 માં, તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. 2017 માં, ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ચૂંટણી જીતીને પ્રથમ વખત વિધાનસભાના સભ્ય (એમએલએ) બન્યા.
Best wishes to Gujarat CM Shri Bhupendrabhai Patel on his birthday. He’s making commendable efforts to boost Gujarat’s development and empower the state’s youth. Wishing him a long and healthy life in service of the people. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) July 15, 2024
વડાપ્રધાન મોદી શુભેચ્છા પાઠવી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એટલે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, "ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. તેઓ ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. લોકોની સેવામાં તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છા". પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું.
ગુજરાત પોલીસ પરિવાર વતી સિનિયર અધિકારીઓ દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
— Gujarat Police (@GujaratPolice) July 15, 2024
ગરવી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ગુજરાત પોલીસ અવિરત કાર્યરત રહેશે તેવું આશ્વાસન આપ્યું. pic.twitter.com/yWUvUCLev3
ગુજરાત પોલીસ પાઠવ્યા અભિનંદન: આ ઉપરાંત ગુજરાત પોલીસ અને સિનિયર અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે પોસ્ટ કરતાં કહ્યું હતું કે, "ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના. ગરવી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ગુજરાત પોલીસ અવિરત કાર્યરત રહેશે તેવું આશ્વાસન આપ્યું.