પાટણ: જિલ્લાના રાધનપુર રેલવે સ્ટેશન ખાતે એક મહિલાએ તેની નાની દીકરી સાથે રેલવેના પાટા નીચે આવી પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં મહિલાનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઈશ્વરનો ચમત્કાર કરો કે આ ઘટનામાં દીકરીનો જીવ બચી ગયો છે. સમગ્ર ઘટના અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામનાર મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જ નાની દીકરીને સાથે લઈ જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. પોલીસ દ્વારા ઘાયલ નાની દીકરીને બચાવી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.
પોલીસ દ્વારા મહિલાની ઓળખ વિધિ હાથ ધરવામાં આવતા મૃત્યુ પામનાર મહિલાનું નામ મધુબેન પરાગભાઈ ચૌધરી સામે આવ્યું છે જ્યારે ઘાયલ દીકરીનું નામ હેતવી બેન પરાગભાઈ ચૌધરી છે. મળતી માહિતી મુજબ મહિલા અને બાળકી દૈસર ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: