અમદાવાદ: ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું 7 મેના રોજ મતદાન યોજાનાર છે. જેને લઈને ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણીને લઈ આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, ઉપરાંત 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
19 એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ: ઉમેદવારો આજથી એટલે કે 12 થી 19 એપ્રિલ દરમ્યાન ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 20 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. 4 જૂનનાં રોજ દેશભરમાં મતગણતરી થશે. જ્યારે ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન યોજાશે. ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.