ETV Bharat / state

નવસારી જેલનો અજીબોગરીબ કિસ્સો ! 30 ફૂટ ઉંચા આંબે ચડ્યો કેદી અને પછી... - prisoner climbed tree - PRISONER CLIMBED TREE

નવસારી સબજેલમાં મારામારીના કેદીએ જેલ માથે લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કેદી કોઈ કારણોસર ઉશ્કેરાઈને આંબા પર ચડી ગયો અને જેલમાંથી મુક્ત કરવાની કરી માંગ કરવા લાગ્યો. સાથે જ તેણે ટોચ પર બેસીને જ કેરી પણ ખાધી, જોકે નાટ્યાત્મક રીતે કેદીને કેવી રીતે નીચે ઉતાર્યો જુઓ...

નવસારી જેલનો અજીબોગરીબ કિસ્સો
નવસારી જેલનો અજીબોગરીબ કિસ્સો (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 6:23 PM IST

30 ફૂટ ઉંચા આંબે ચડ્યો કેદી અને પછી... (ETV Bharat Reporter)

નવસારી : નવસારી સબજેલમાં કેદીએ જેલને માથે લીધી હોવાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. કેદીને અચાનક સનેપાત ચડતા જેલમાં આવેલા 30 ફૂટ ઉંચા આંબા પર ચડી જતા જેલ પ્રશાસનના જીવ તાળવે ચોટ્યા હતા. જેલ સ્ટાફ અને નવસારી ફાયરના જવાનોએ 1 કલાકની જહેમત બાદ કેદીને નીચે ઉતર્યો હતો.

કાચા કામનો કેદી : આ અંગે મળતી માહિતી અનુસાર નવસારીની સબ જેલમાં ઉમરગામનો કાચા કામનો 21 વર્ષીય આરોપી સંતોષ દેહરી મારામારીના કેસમાં કારાવાસમાં હતા. તેના પર કલમ 323 અને 325 લગાવવામાં આવી છે અને ગત સાત દિવસથી સબ જેલની અંદર એકલવાયું રહેતો હતો. કેદી ઘણું ઓછું બોલતો તથા કોઈના સંપર્કમાં આવતો નહોતો.

કેદીએ જેલ માથે લીધી : જેલ પ્રશાસને આ વાતની નોંધ લીધી હતી, તેથી કેદીને સિવિલ હોસ્પિટલમાં માનસિક સારવાર માટે મોકલવાની તૈયારી કરવામાં આવી હતી. આ દરમિયાન પોતાનું નામ માઇકમાં એનાઉન્સ કરવામાં આવતા એકાએક સંતોષ દહેરી ઉશ્કેરાઈ ગયો હતો. ઉપરાંત જેલ કર્મચારીઓ કંઈક પણ સમજે તે પહેલા કેદી જેલ પરિસરમાં આવેલા 30 ફૂટ જેટલા ઉંચા આંબાની ટોચ પર જઈને બેસી ગયો હતો. સાથે જ પોતાને મુક્ત કરવાની માંગ કરવા લાગ્યો હતો.

આખરે નીચે ઉતર્યો કેદી : જેલ પ્રશાસન દ્વારા કેદીને નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી, પરંતુ તે નીચે પરત આવવા માટે તૈયાર થયો ન હતો. આથી જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક નવસારી વિજલપોર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના 10 લોકોની ટીમે કેદીને નીચે ઉતારવા માટેની કામગીરી હાથ ધરી હતી. એક કલાકની મહા મહેનત બાદ કેદી સંતોષને સુરક્ષિત રીતે ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો.

કેદીએ કેરીની લહેજત માણી : કેદી 30 ફૂટ ઊંચા આંબાના ઝાડ ઉપર ચડી ગયો હતો. જેને લઈને જેલ પ્રશાસનનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે બીજી તરફ કેદી આંબાની ટોચ પર બેસીને કેરીની લિજ્જત માણી હતી, જેલ સ્ટાફ પણ કેદીનું આ વર્તન જોઈ આશ્ચર્યમાં મુકાયો હતો.

શું કેદી આત્મહત્યા કરવા ચડ્યો ? જેલ સુપ્રિટેન્ડ પરેશ પટેલે જણાવ્યું કે, કાચા કામના કેદી સંતોષ દેહરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન તે 30 ફૂટ ઉંચા આંબા પર ચડી ગયો હતો. જેનો ઈરાદો પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો ન હતો, પરંતુ જેલ તંત્રને હેરાન પરેશાન કરવાનો હતો. અમે સમય સુચકતા વાપરી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. તેઓએ એક કલાકની મહેનત બાદ કેદીને સુરક્ષિત નીચે ઉતાર્યો હતો.

  1. જેલમાં મળવા નહીં આવતા મિત્રને માર માર્યો, સુરતનો અજીબોગરીબ કિસ્સો - Surat Crime
  2. અપની ગલી મેં કુત્તા ભી શેર હોતા હૈ ! માંગરોળમાં મધરાતે શ્વાનોએ દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.