જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં પાછલા પાંચ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ, માણાવદર, વિસાવદર, કેશોદ અને માળિયા તાલુકામાં સવિશેષ પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેને કારણે જુનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર સતત જળબંબાકાર બની રહ્યો છે. ત્યારે સતત પડી રહેલા વરસાદને કારણે લોકો પણ હવે કુદરત તરફ મીટ માંડીને મેઘરાજા ખમૈયા કરે તેવી આશા ભરી નજરે જોઈ રહ્યા છે. સતત વરસાદને કારણે જમીન ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે.
જૂનાગઢના નવ તાલુકામાં સરેરાશ વરસાદના આંકડા
- માણાવદર તાલુકામાં 149%
- વંથલીમાં 134.4%
- જૂનાગઢમાં 110%
- વિસાવદરમાં 108.32%
- મેંદરડામાં 116.16% કેશોદમાં 126.72%
- માળિયામાં 99.64% ભેસાણમાં 76.42% અને
- માંગરોળમાં 78.82%
આમ જિલ્લાના નવ તાલુકાઓમાં ભેસાણ અને માંગરોળને બાદ કરતાં તમામ તાલુકામાં વરસાદની ટકાવારી 100 ટકાને પાર થઈ ગઈ છે. હજુ પણ વરસાદના બે મહિના કરતાં વધુ સમય બાકી છે. આ સમય દરમિયાન પણ વરસાદની શક્યતા પ્રબળ હોય છે ત્યારે આ વર્ષે જુનાગઢ જિલ્લામાં સરેરાશ વરસાદ કરતા 50% વધારે વરસાદ પડે તેવી સ્થિતિનું આજના દિવસે નિર્માણ થઈ રહ્યું છે.