ગાંધીનગર: રાજ્યમાં 5 સપ્ટેમ્બર સુધી 1047.85 એમએમ વરસાદ પડ્યો છે. જ્યારે આ સિઝનનો સરેરાશ વરસાદ અત્યાર સુધી 118.67 ટકા થયો છે. યપ્રન્ટ રાજ્યના 110 તાલુકામાં 1000 એમએમથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 113 તાલુકામાં 501 થી 1000 એમએમ, 27 તાલુકામાં 251 થી 500 એમએમ અને એક તાલુકામાં 126 થી 250 એમએમ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલો વરસાદ જાણો:
- 31 જિલ્લાના 133 તાલુકામાં વરસાદ
- રાજ્યમાં સરેરાશ 5.49 એમએમ વરસાદ
- પાટણ જિલ્લાના સાંતલપુરમાં 69 એમએમ
- મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં 61 એમએમ
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં 58 એમએમ
- શંખેશ્વર તાલુકામાં 43 એમએમ
- બનાસકાંઠાના લખણીમાં 38 એમએમ
તમને જણાવી દઈએ કે, સરદાર સરોવર ડેમ 86.51 ટકા ભરાઈ ગયો છે. કેટલા ડેમ કેટલા ટકા ભરાયા જાણો:
- રાજ્યમાં કુલ 206 ડેમ પૈકી 117 ડેમ 100 ટકા ભરાયા
- 44 ડેમ 70 થી 100 ટકા ભરાયા
- 17 ડેમ 50 થી 70 ટકા ભરાયા
- 19 ડેમ 25 થી 50 ટકા ભરાયા
- 9 ડેમ 25% થી ઓછા ભરાયા
આ પણ વાંચો: