નર્મદા: આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ચૈતર વસાવાને આખરે 40 દિવસ બાદ જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે વન્યકર્મીઓને ધમકી આપવાના મામલે ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે.
-
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા @Chaitar_Vasava ના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ મુદ્દે ચૈતરભાઈ વસાવાના વકીલ તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી @Gopal_Italia ની પ્રતિક્રિયા. pic.twitter.com/seSEEsmow6
— AAP Gujarat (@AAPGujarat) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા @Chaitar_Vasava ના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ મુદ્દે ચૈતરભાઈ વસાવાના વકીલ તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી @Gopal_Italia ની પ્રતિક્રિયા. pic.twitter.com/seSEEsmow6
— AAP Gujarat (@AAPGujarat) January 22, 2024આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા @Chaitar_Vasava ના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ મુદ્દે ચૈતરભાઈ વસાવાના વકીલ તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી @Gopal_Italia ની પ્રતિક્રિયા. pic.twitter.com/seSEEsmow6
— AAP Gujarat (@AAPGujarat) January 22, 2024
ગુજરાત AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. ઇટાલિયાએ કહ્યું કે, કોર્ટે તેમને ભરૂચ અને નર્મદા જિલ્લામાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ભાજપનો ડર છે. ઇટાલિયાએ કહ્યું કે ભાજપે આ જાણી જોઈને કર્યું છે, જ્યારે તેઓ પહેલાથી જ જાણે છે કે અરવિંદ કેજરીવાલે ભરૂચમાંથી ચૈતર વસાવાની ઉમેદવારી જાહેરમાં કરી છે.
આ કારણોસર નોંધાઇ ફરિયાદ : થોડા દિવસ અગાઉ દેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન કર્યા હતા. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.