ETV Bharat / state

Patan Accidents : પાટણના શંખેશ્વર નજીક બે વાહનનો અકસ્માત, આગ લાગતાં બેનાં મોત

શંખેશ્વર હાઇવે પર પીકઅપ ડાલુ અને વેગેનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને ગાડીઓમાં આગ ભભૂકી ઉઠતાં વેગેનાર ગાડીમાં સવાર બે મુસાફરો બળીને ભડથું થયા હતાં. શંખેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 1:58 PM IST

Patan Accidents : પાટણના શંખેશ્વર નજીક બે વાહનનો અકસ્માત, આગ લાગતાં બેનાં મોત
Patan Accidents : પાટણના શંખેશ્વર નજીક બે વાહનનો અકસ્માત, આગ લાગતાં બેનાં મોત
બે મુસાફરો બળીને ભડથું થયા

પાટણ : પાટણ જિલ્લાના શંખેશ્વર હાઇવે રોડ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ડાલુ અને વેગેનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને ગાડીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે હાઈવે માર્ગ ઉપર અફરતફડી મચી હતી તો આગને કારણે વેગેનાર ગાડીમાં સવાર બે મુસાફરો બળીને ભડથું થયા હતા. અકસ્માત અંગેની જાણ થતા શંખેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કારની આગમાં બે વ્યક્તિ ભડથું થઇ ગઇ : પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાસવારે અકસ્માતોના નાનામોટા બનાવો બનતા હોય છે ત્યારે આજે સવારે વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના બનવા પામી હતી. શંખેશ્વર થી દશાવડા હાઇવે માર્ગ ઉપર સંસ્કાર વિલા પાવાપુરી પાસે આજે સવારના સુમારે પિકઅપ ડાલુ અને વેગેનર ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બંને ગાડીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફડી મચી જવા પામી હતી જો જોતામાં આગે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી વેગેનાર કારને પોતાની ઝપટમાં લઈ લીધી હતી આગ એટલી પ્રચંડ હતી કે ગાડીમાં સવાર બંને મુસાફરો બહાર નીકળી શક્યા ન હતાં અને આગમાં જ બળીને ખાખ થયા હતાં.

મૃતકોની ઓળખ બાકી : આ અંગેની જાણ શંખેશ્વર પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની લાશને બહાર કાઢી તેઓની ઓળખ વિધિની કામગીરી હાથ ધરી છે. આગ એટલી પ્રચંડ હતી કે ગાડીનો નંબર પણ જણાતો નથી. શંખેશ્વર પી.આઈ.વસાવાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પીકઅપ ડાલુ અને વેગેનાર ગાડી સામે ટકરાતા બંને ગાડીઓમાં આગ લાગી હતી. આગને પગલે વેગેનાર ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓ 70 ટકાથી વધુ દાઝી જતા તેઓના મોત થયા છે. પોલીસે હાલ ઓળખ વિધિની કામગીરી હાથ ધરી છે.

  1. Bhavnagar Accident : ભાવનગરમાં એસટી બસ પુલ પરની પલટી, ચમત્કારિક રીતે મોટી જાનહાની ટળી
  2. Sharjah Flight Hits Truck: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહ-સુરત ફ્લાઈટ ટ્રકને અડતાં પાંખને નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.