ETV Bharat / state

મંગળ અને ગુરુ એક રાશિમાં આવતા બન્યો "અંગારક યોગ" : જાણો કોના માટે શુભ અને કોને સાવચેત રહેવું - Angaraka Yoga

જ્યોતિષ ક્ષેત્રે મંગળ અને ગુરુ એક રાશિમાં આવવાથી અંગારક યોગનું નિર્માણ થયું છે. અરાજકતા વચ્ચે લોકોને સમય વિતાવવાનો સમય આવ્યો છે. ભાવનગરના જ્યોતિષ કિશનભાઈ જોશીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી સંપૂર્ણ માહિતી આપી...

મંગળ અને ગુરુ એક રાશિમાં આવતા બન્યો "અંગારક યોગ"
મંગળ અને ગુરુ એક રાશિમાં આવતા બન્યો "અંગારક યોગ" (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 9:59 AM IST

ભાવનગર : ગુરુ અને મંગળ બન્ને ગ્રહો એક ઘરમાં સાથે બિરાજમાન થયા છે. ત્યારે ETV BHARAT દ્વારા ભાવનગરના જ્યોતિષ સાથે ખાસ વાતચીત કરી તેની અસર અંગે માહિતી મેળવી હતી. મંગળ અને ગુરુ ગ્રહણ એક સ્થાનમાં બિરાજમાન થવાથી અંગારક યોગ બને છે. વિવિધ રાશિ અને દેશ દુનિયામાં કેવી અસર થશે જાણો.

"અંગારક યોગ" : જાણો કોના માટે શુભ અને કોને સાવચેત રહેવું (ETV Bharat Reporter)

અંગારક યોગની અસર :

જ્યોતિષ કિશનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, 12 મી જુલાઈના રોજ મંગળે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. વૃષભ રાશિમાં પહેલેથી ગૃરુ ભ્રમણ કરે છે. આથી મંગળ ગુરુનો અને યુતિ વૃષભ રાશિમાં થાય છે, જ્યારે મંગળ ગુરુ ભેગા હોય ત્યારે અંગારક યોગની યુતિ થાય છે. અંગારક યોગના સમયગાળામાં દેશ અને દુનિયામાં વધારે માનસિક પરિબળો વ્યગ્ર અને ઉગ્ર બને, લોકોમાં અરાજકતાનો ભાવ વધારે થાય છે.

દેશ દુનિયામાં પણ નાની-મોટી તકલીફ સતત આવ્યા કરે છે. પ્રબળ નેતા ઋષિ સુનકની હાર પણ આ સમયગાળામાં થઈ હતી. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કાનમાં ગોળી વાગી, એ પણ એક મંગળ ગુરુની યુતિના કારણે જ્યોતિકારક થઈ છે. આ ઉપરાંત ભારતમાં ક્યાંક ખૂબ વર્ષા છે, ક્યાંક વરસાદ નથી એ પણ મંગળ ગુરુની યુતિને કારણે થઈ શકે છે.

અંગારક યોગમાં કોની ભક્તિ કરવી :

કિશનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ સમયગાળામાં ભગવાન શિવની ઉપાસના કરવી શ્રેષ્ઠ બને છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું, એ પણ માનસિક શાંતિ માટે ખૂબ લાભકારક બને છે.

કઈ રાશિને લાભ-કોને નુકસાન :

કિશનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ સમયગાળામાં વૃષભ, સિંહ, તુલા અને ધન રાશિ વાળાએ સાવચેત રહેવું. માનસિક શાંતિમાં થોડો વધારો થશે, તેની માટે ભક્તિ કરવી અને પોતાના ઇષ્ટદેવ હોય તેની પ્રાર્થના કરવી.

બીજી તરફ કન્યા, વૃશ્ચિક અને મકર રાશીને સારું ફળ મળશે. ધનલાભ થશે અને અચાનક કોઈ એક સારી પોસ્ટ ઉપર પણ પ્રમોશન થાય એવા સારા પ્રબળ યોગ બને છે. મિથુન, કર્ક, કુંભ, મીન અને મેષ આ પાંચ રાશિઓને મધ્યમ પ્રકારનું ફળ મળશે.

આ સમયગાળામાં પેટને લગતી કોઈ સમસ્યા હોય તો તેને લઈ કાળજી રાખવી. ખાવા પીવામાં પણ કાળજી રાખવી અને પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવી.

22 જુલાઈથી 26 ઓગસ્ટ સુધી 12 રાશિ માટે જોવા જઈએ તો સામાન્ય ઉપાયો છે કે, આ સમયગાળામાં દરેકે શિવજીની ઉપાસના કરવી અને સૂર્યદેવની ઉપાસના કરવી લાભકારી રહેશે.

નોંધ : ઉપરોક્ત માહિતી શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ દ્વારા પૂરી પાડવામાં આવી છે.

  1. જાણો આજનો શુભ સમય અને રાહુકાલનો સમય - PANCHANG
  2. આજે આ રાશિના લોકોને અનૈતિક કામથી દૂર રહેવાની ખાસ સલાહ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.