ETV Bharat / state

Ram mandir : શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહીસાગરના શહેરો અને ગામેગામમાં રામોત્સવ

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવમાં સહભાગી બનવા મહીસાગર જિલ્લાના શહેરો અને ગામે ગામ રામોત્સવને લઈને અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. બાલાસિનોર, વીરપુર, લૂણાવાડા, સંતરામપુરમાં ઠેરઠેર ધજા-પતાકાઓ લગાવવામાં આવી છે. તો નગરપાલિકા તેમજ સ્થાનિક લોકો દ્વારા મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યાં છે.

Ram mandir :  શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહીસાગરના શહેરો અને ગામેગામમાં રામોત્સવ
Ram mandir : શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહીસાગરના શહેરો અને ગામેગામમાં રામોત્સવ
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 5:12 PM IST

રામ મંદિરોમાં અનોખા ઉત્સાહનું વાતાવરણ

મહીસાગર : અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર મહીસાગર જિલ્લામાં લોકોમાં ભારે ઉત્સાહ જવા આ મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં સુંદરકાંડ અને દીપોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. મહીસાગર જિલ્લાના શહેરોમાં અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ 11 થી1 દરમ્યાન કરશે. સાંજના સમયે ઘરે ઘરે દીપ પ્રાગટય, હનુમાન ચાલીસા, સમૂહ આરતી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત બપોર બાદ ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે.

નગરજનો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયાં : આજે સવારે જિલ્લાના નગરોમાં સવારે પ્રભાત ફેરી, રામ ધૂન અને હનુમાન ચાલીસા જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. બાલાસિનોર રામજી મંદિરને પણ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં જે પથ્થરમાંથી મૂર્તિ કંડારવામાં આવી છે એવી જ રીતે બાલાસિનોરના રામજી મંદિરમાં 200 વર્ષ પુરાણી શ્યામવર્ણ સ્વરુપે રામલલા બિરાજમાન છે. બાલાસિનોર નગરમાં આવેલ રામજી મંદિરથી ખાતે 12:20 વાગે મહા આરતી, બપોરે 1 કલાકે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામજી મંદિરથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરશે. સાંજના સમયે દીપોત્સવ અને ભવ્ય આતશબાજી, તદ ઉપરાંત દરેક વિસ્તારમાં મંદિરોમાં મહા આરતી, અને સાંજે ગરબાનું આયોજન કરેલું છે, તો બીજી તરફ નગરજનો દ્વારા સુંદરકાંડ અને સમૂહમાં ભોજનનું આયોજન કરેલ છે.

રામલલા જેવી શ્યામવર્ણની મૂર્તિ : બાલાસિનોર રામજી મંદિર ટ્રસ્ટી જય ત્રિવેદીના જણાવ્યા મુજબ આ ભવ્ય મંદિર રામજી મંદિર છે. આજે 22મીએ રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં જે પથ્થરમાંથી મૂર્તિ કંડારવામાં આવી છે એવી જ રીતે બાલાસિનોરના રામજી મંદિરમાં 200 વર્ષ પહેલાં શ્યામવર્ણ સ્વરુપે રામલલા બિરાજમાન છે. તેના સંદર્ભે આજે બાલાસિનોરમાં પણ દિવાળી જેવો મહોત્સવ સર્જાયો છે. જેના ભાગ રૂપે આજે બાલાસિનોરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે પ્રભાત ફેરી, ત્યાર બાદ મંગળા આરતી, બપોરે 12:20 મહા આરતી અને 1 વાગ્યા થી શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્ણ થયા પછી 6:20 કલાકે દરેક મંદિરોમાં સમૂહ આરતીનો પ્રોગ્રામ છે. અને ત્યાર બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. આખા નગરને શુસોભિત કરવામાં આવ્યું છે. જાણે કે દિવાળીનો તહેવાર હોય તેવો માહોલ ઊભો થયો છે અને રામજી ફરી પધારી રહ્યા છે.

200 વર્ષ જૂનું મંદિર : રામજી મંદિરના પૂજારી મનોજ ઉપાધ્યાય જણાવે છે કે, આ મંદિર 200 વર્ષ જૂનું છે. આ વખતે સારો પ્રોગ્રામ કર્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવીએ છીએ, સાંજના સુંદરકાંડ બપોરની આરતી, ભક્તો પ્રેમથી દર્શન કરવા આવે છે. આજે સવારે 8 વાગે મંગળા આરતી કરી, ત્યારબાદ 10 વાગે શણગાર કર્યા. 12:20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે અને સાંજે 9 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે. બધા ભક્તો ઉત્સાહભેર દર્શને આવે છે.

"શ્રી રામ" નામથી સર્જાયો ઈતિહાસ, આણંદના ચિત્રકારે બનાવ્યું પ્રભુ રામનું મનમોહક ચિત્ર

Ram Mandir Pran Pratistha : મેરે ઘર રામ આયે હૈ ! જન્મને યાદગાર બનાવતા માતા-પિતાએ બાળકને આપ્યું "રામ" નામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.