ETV Bharat / state

અમિત શાહે કબજે કરી ગાંધીનગર લોકસભા બેઠક, રેકોર્ડ બ્રેક 7.44 લાખ મતથી ભવ્ય વિજય - Lok Sabha Election Result 2024 - LOK SABHA ELECTION RESULT 2024

લોકસભા ચૂંટણી 2024 માં ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. અમિત શાહે કુલ 76.48 ટકા મત મેળવી 7.44 લાખની લીડ સાથે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

અમિત શાહે કબજે કરી ગાંધીનગર લોકસભા બેઠક
અમિત શાહે કબજે કરી ગાંધીનગર લોકસભા બેઠક (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 11:02 PM IST

ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે સોનલબેન પટેલને મેદાને ઉતાર્યા હતા. અમિત શાહનો લગભગ 7,44,716 વોટથી વિજય થયો હતો.

અમિત શાહનો ભવ્ય વિજય : ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 13,21,802 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી વિજેતા અમિત શાહને 10,10,972 મત એટલે કે 76.48 ટકા મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ ઉમેદવાર સોનલબેન પટેલને 2,66,256 મત એટલે કે 20.14 ટકા મત મળ્યા છે. ગાંધીનગર લોકસભા સીટ પર નોટાને 22,005 મત એટલે કે 1.66 ટકા મત મળ્યા છે.

ઉજવણી ન કરવાનો નિર્ણય : ગાંધીનગર લોકસભા સીટ પર સવારથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હતો. રાજકોટ અગ્નિકાંડને કારણે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરમાં ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો હતો. અમિત શાહે ગાંધીનગરમાં ભવ્ય જીત મેળવવાની ભાજપની પરંપરા આગળ વધારી છે.

અમિત શાહની રાજકીય સફર :

અમિત શાહ સૌપ્રથમ 1987ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરામાં ઘરની સામે આવેલી સંઘવી હાઈસ્કૂલમાં ભાજપ બૂથ ઇનચાર્જ બન્યા હતા. બાદમાં તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, અમદાવાદ શહેર ભાજપના મંત્રી અને પછી પ્રમુખ બન્યા હતા. 1995માં કેશુભાઈ પટેલની સરકારે અમિત શાહને ગુજરાત રાજ્ય નાણાકીય નિગમના અધ્યક્ષ બનાવ્યા હતા.

1997માં સરખેજ વિધાનસભા સીટ પર 25,000 મતોથી પેટા ચૂંટણી જીતીને અમિત શાહે રાજકીય કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. આજ વર્ષે તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી પણ બન્યા હતા. 1998માં ફરીવાર થયેલ ચૂંટણીમાં તેઓ સરખેજ વિધાનસભા બેઠક પરથી લડ્યાં અને 1.30 લાખ વોટથી વિજયી બન્યા હતા. નવા સીમાંકન બાદ નારણપુરાથી ચૂંટણી જીત્યા હતા.

વર્ષ 2000 માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન પણ બન્યા હતા. 2002માં ગૃહરાજ્યમંત્રી, 2013 માં રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી, 2014માં ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. 2016 માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી, 2017 માં રાજ્યસભા સાંસદ અને 2019 માં કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા હતા.

લોકસભા ચૂંટણી 2019 : વર્ષ 2019 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ રેકોર્ડ મતોથી જીત્યા હતા. અમિત શાહને 8,94,624 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ઊભા રહેલા ઉમેદવાર સી. જે. ચાવડાને માત્ર 3,37,610 મતો મળ્યા હતા. આમ આ બેઠક અમિત શાહે 5,57,000 વોટથી જીતી લીધી હતી. ભાજપને કુલ 69.67 ટકા વોટ મળ્યા હતા.

  1. દાહોદ લોકસભા બેઠક પર જશવંતસિંહ ભાભોર ભાજપને ફળ્યા, ત્રીજીવાર ભગવો લહેરાવ્યો - Lok Sabha Election Result 2024
  2. નવસારી લોકસભા બેઠક પર સી. આર. પાટીલનો 7,73,551ની લીડ સાથે ભવ્ય વિજય, ભાજપ પ્રદેશ પ્રમુખે તોડ્યો પોતાનો જ રેકોર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.