ETV Bharat / state

ખેડા લોકસભા બેઠકની મત ગણતરી માટે તંત્ર સજ્જ, કુલ 4 માળમાં વિવિધ રૂમ ખાતે થશે મતગણતરી - Lok Sabha Election 2024 Result - LOK SABHA ELECTION 2024 RESULT

આવતીકાલે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી યોજાનાર છે. આ સાથે ખેડા લોકસભા બેઠકની મત ગણતરી પલાણા આઈટીઆઈ ખાતે યોજવામાં આવ્યું છે. જ્યાં કુલ સાત વિધાનસભા બેઠક પર બેઠક દીઠ 14 ટેબલ પર ઈવીએમ માટે અને 24 ટેબલ પર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. સંપૂર્ણ તૈયારી વિશે જાણવા વાંચો આ અહેવાલ. Lok Sabha Election 2024 Result

7 વિધાનસભા મત વિભાગના 7 કોઉન્ટિંગ હોલ અને પોસ્ટલ પેલેટ માટે 2 કાઉન્ટિંગ હોલ
7 વિધાનસભા મત વિભાગના 7 કોઉન્ટિંગ હોલ અને પોસ્ટલ પેલેટ માટે 2 કાઉન્ટિંગ હોલ (Etv Bharat Gujarati)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 4:35 PM IST

ખેડા: ખેડા-17 લોકસભા બેઠક માટે માતરની આઈટીઆઈ પલાણા ખાતે સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થનાર છે. જેમાં, ઈલેક્ટ્રોનીકલી ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલટ સિસ્ટમ (ETPBS)ના સ્કેનીંગ, પોસ્ટલ બેલેટની ગણતરી અને ઈ.વી.એમની મતગણતરી કરવામાં આવશે. આ સાથે ઇ.વી.એમની ગણતરી વીવીપેટની સ્લીપની ગણતરી શરૂ કરવામાં આવશે.

7 વિધાનસભા મત વિભાગના 7 કોઉન્ટિંગ હોલ અને પોસ્ટલ પેલેટ માટે 2 કાઉન્ટિંગ હોલ.

મતગણતરીની તૈયારીઓ પૂર્ણ: કુલ 7 વિધાનસભા મતવિભાગના 7 કાઉન્ટીંગ હોલ તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે 2 કાઉન્ટીંગ હોલ કાઉન્ટીંગ સેન્ટર આઈ.ટી.આઈ પલાણા ખાતે તૈયાર કરવામાં આવેલ છે. દરેક વિધાનસભા મતવિભાગમાં વિધાનસભાદીઠ કુલ 14 ટેબલ પર ઈ.વી.એમની મતગણતરી કરવામાં આવશે. જેમાં 1 કાઉન્ટીંગ સુપરવાઇઝર, 1 માઇક્રો ઓબ્ઝર્વર, 1 કાઉન્ટીંગ આસીસ્ટન્ટ મળીને કુલ 294 તથા 30 રીઝર્વ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. પોસ્ટલ બેલેટની ગણતરી માટે કુલ 24 ટેબલ બનાવવામાં આવેલ છે. જેમાં 1 એ.આર.ઓ, 1 માઇક્રો ઓબ્ઝર્વર, 1 કાઉન્ટીંગ સુપરવાઇઝર, 2 કાઉન્ટીંગ આસીસ્ટન્ટ મળી કુલ 120 તથા 12 રીઝર્વ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. ETPBSની ગણતરી માટે 1 એ.આર.ઓ, 1 સુપરવાઇઝર તથા 4 કાઉન્ટીંગ આસીસ્ટન્ટની નિમણૂંક કરવામાં આવેલ છે.

ખેડા-17 લોકસભા બેઠક માટે માતરની આઈટીઆઈ પલાણા ખાતે સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થનાર છે
ખેડા-17 લોકસભા બેઠક માટે માતરની આઈટીઆઈ પલાણા ખાતે સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થનાર છે (Etv Bharat Gujarati)

4 માળમાં વિવિધ રૂમ ખાતે મતગણતરી: આઈટીઆઈ પલાણા ખાતે કુલ 4 માળમાં વિવિધ રૂમ ખાતે મતગણતરી થવાની છે. જેમાં, પ્રથમ માળ રૂમ નંબર 103 ખાતે 57-દસક્રોઈ, બીજો માળ રૂમ નં 202 ખાતે 58-ધોળકા, રૂ નં 203 ખાતે 120-કપડવંજ; ત્રીજો માળ રૂમ નં 302 ખાતે 115-માતર, રૂમ નં 303 ખાતે 117-મહેમદાવાદ; ચોથો માળ રૂમ નં 402 ખાતે 116-નડિયાદ અને રૂમ નં. 403 ખાતે 116-મહુધા વિધાનસભા બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. વધુમાં, પ્રથમ માળ ખાતે રૂમ નં. 102 ખાતે પોસ્ટલ બેલટ મતગણતરી કરવામાં આવશે.

થ્રી લેયર્સ સિક્યુરિટી રાખવામાં આવી છે: કાઉન્ટીંગ હોલમાં પ્રવેશ માટે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ઈસીઆઈ)ની સૂચના મુજબ થ્રી લેયર્સ સીક્યુરીટી રાખવામાં આવેલ છે. મીડીયા પ્રતિનિધી માટે મીડીયા સેન્ટર બનાવવામાં આવેલ છે. જેમાં કેબલ કનેકશન તથા ચેનલ અને ઇન્ટરનેટ કેનેકટીવીટી સાથે ૩ ટી.વી મુકવામાં આવેલ છે.

ખેડા લોકસભા બેઠકની મત ગણતરી માટે તંત્ર સજ્જ
ખેડા લોકસભા બેઠકની મત ગણતરી માટે તંત્ર સજ્જ (Etv Bharat Gujarati)

સમગ્ર બિલ્ડીંગ સીસીટીવી કેમેરાથી સજ્જ: આ સિવાય મતગણતરી પ્રક્રિયાને સંપુર્ણ પારદર્શિતા અને ન્યાયપુર્ણ કરવા હેતુ સમગ્ર બિલ્ડીંગને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવી છે. અને દરેક કાઉન્ટીંગ હોલનું સીસીટીવી મારફતે ઓનલાઇન ઓબ્ઝર્વેશન કરવા પ્રથમ માળ, રૂમ નં 109 ખાતે કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ વિધાનસભા માટે ઈવીએમ/વીવપેટ સ્ટ્રોંગરૂમ પણ બનાવવામાં આવ્યા છે. ઉમેદવાર તથા કાઉન્ટીંગ એજન્ટ માટે જનરલ કોમ્યુનિકેશન રૂમ તથા અધિકારી/કર્મચારીઓ માટે અનિવાર્ય સંજોગોમાં સંપર્ક માટે ઓફીશીયલ કોમ્યુનિકેશન રૂમ બનાવવામાં આવેલ છે.

આ વખતે કોણ આવશે ખેડા બેઠક પર: ખેડા લોકસભા બેઠકના છેલ્લી ચાર ટર્મના પરિણામ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહેલી ખેડા લોકસભા બેઠક પર 2014 થી ચિત્ર બદલાયા બાદ હાલ છેલ્લી બે ટર્મથી ભાજપનો કબજો રહેલો છે.અહીં છેલ્લી બે ટર્મ ( 2014 અને 2019 )લોકસભાના સાંસદ તરીકે ભાજપના દેવુસિંહ ચૌહાણ ચુંટાઈ આવે છે. 2004 અને 2009માં સાંસદ તરીકે કોંગ્રેસના દિનશા પટેલ ચુંટાઈ આવ્યા હતા.

  1. કચ્છમાં મતગણતરીનું કાઉન્ટડાઉન શરુ, ભુજમાં ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે હાથ ધરાશે મતગણતરી - lok sabha election 2024 result
  2. સુરતમાં MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને એલસીબી ટીમ અને પાંડેસરા પોલીસે ઝડપીને કરી કાર્યવાહી - SURAT CRIME

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.