ETV Bharat / state

મતદાન વધારવા ચૂંટણીપંચનો નવતર પ્રયોગ, "ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ" અભિયાન શરૂ કરાયું - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

ચૂંટણી પંચ મતદાન વધારવા માટે સતત પ્રયત્નશીલ છે મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચે ખાનગી કેબ સર્વિસ સાથે કરાર કર્યો છે આ કરાર હેઠળ "ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ" અભિયાન શરૂ કરાયું છે આ અભિયાનમાં મતદાન કર્યા બાદ શાહીનું નિશાન દેખાડનાર મતદાતા ને મતદાન મથકથી ઘર સુધી બાઈક ટેક્સીમાં ફ્રીમાં ઉતારવામાં આવશે.lok sabha election 2024

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, આણંદ, વડોદરા  જિલ્લામાં "સવારી જવાબદારી"ની અભિયાન શરૂ કરવામાં આવ્યું
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, આણંદ, વડોદરા જિલ્લામાં "સવારી જવાબદારી"ની અભિયાન શરૂ કરવામાં આવ્યું (ચૂંટણી પંચ મતદાન વધારવા માટે સતત પ્રયત્નશીલ છે)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 5:39 PM IST

કરાર હેઠળ "ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ" અભિયાન શરૂ કરાયું (Etv Bharat gujarat reporter)

ગાંધીનગર: મતદાન વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે મતદાન વધારવા માટે ખાનગી કેબ કંપની સાથે કરાર કર્યો છે. આ કરાર અનુસાર ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, આણંદ, વડોદરા જિલ્લામાં "સવારી જવાબદારી"ની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. "ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ" એટલે કે મતદાન કર્યા બાદ મતદાતાને ફ્રી બાઈક કેબ દ્વારા તેના ઘરે પહોંચાડવામાં આવશે. મતદાતાએ આ સુવિધા લેવા માટે મતદાન કર્યા બાદ ખાનગી કંપનીની એપ ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન બાદ મતદાતા આંગળી પર શાહીના નિશાનનું ચિન્હ દેખાડશે એટલે તેને ફ્રીમાં મતદાન મથકેથી ઘર સુધી લઈ જવામાં આવશે.

દુકાનદારો 7% ડિસ્કાઉન્ટ આપશે: ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી જણાવ્યું કે, ચૂંટણી પંચ મતદાન વધારવા માટે કટિબદ્ધ છે. અમે દરરોજ મતદાન જાગૃતિ માટે કોઈને કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. દરેક જિલ્લામાં 7 મેના રોજ મતદાન વધે તે માટે દુકાનદારોએ 7% થી વધુ ડિસ્કાઉન્ટ આપવાનો સંકલ્પ કર્યો છે. અનેક દુકાનદારોએ આ ડિસ્કાઉન્ટ અભિયાનમાં નોંધણી કરાવી છે. ગઈકાલે લોકોએ મહેંદી કાર્યક્રમ રાખ્યો હતો. આમ વિવિધ માધ્યમો દ્વારા લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ગરમી 40 ડિગ્રી રહેશે તેવી આગાહી: આ વખતે ગરમીને કારણે હીટ વેવની સંભાવના છે. હવામાન વિભાગે પણ ગરમીનો પારો અંદાજિત 40 ડિગ્રીની આસપાસ રહેશે તેવી આગાહી કરી છે. તેથી દરેક મતદાન મથક પર તડકાથી બચવા શેડની વ્યવસ્થા કરવામાં આવશે. પંખાની અને પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. અમરેલી, જુનાગઢ વગેરે વિસ્તારમાં પ્રમાણમાં વધુ ગરમ સ્થળોએ વોટર કુલરની પણ વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકમાં ORSના પાઉચ રાખવામાં આવશે. પોલિંગ સ્ટાફ અને સામાન્ય મતદાતા ORSનું પાણી પી શકશે. આરોગ્યને પ્રાથમિકતા આપી સંપૂર્ણ કીટ સાથે પેરામેડિકલ સ્ટાફ રાખવામાં આવશે.

  1. 4 મેએ પીએમ મોદીનો કાનપુરમાં પ્રથમ રોડ શો, 4 વિધાનસભા ક્ષેત્રના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે - PM MODI IN KANPUR
  2. સુરતમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ, મહિલા મતદારોને જાગૃત કરવા સામૂહિક મહેંદી કાર્યક્રમ - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.