જામનગર: શહેરના સોનલનગર વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આંગણવાડીમાં નાના ભૂલકાઓને મુસ્લિમ ધર્મના પાઠ શીખવાડવામાં આવ્યા. જેનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. જે મામલે મહાનગરપાલિકા હજુ અજાણ છે. આ મામલે બાળકોને પૂછવામાં આવ્યું કે, તાજીયા વખતે શું બોલવામાં આવે છે. ત્યારે બાળકોએ 'યા હુસેન યા હુસેન' ના નારા લગાવ્યા હતા અને બાળકો નમાજ શીખતા હોય તેવા ફોટો પણ સામે આવ્યા છે.
આંગણવાડીમાં બાળકોને ઇસ્લામના પાઠ ભણાવાયા: આ બાબતે આંગણવાડીનાં સંચાલિકા ઇંદુબેનને પૂંછવામાં આવ્યું ત્યારે કહ્યું કે, અમને દરરોજની ક્રિયાઓનો મેસેજ આવે છે. ત્યારે ઇદની ઉજવણી કરાવવાનો મેસેજ આવ્યો ત્યારે અમે કરાવ્યું. આ રીતે અમે જનાષ્ટમી,હોળી સહિતના તહેવારો પણ આ રીતે ઉજવ્યા છે. સોનલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડીની અંદર બાળકો 30ની સંખ્યા છે. જ્યારે 2 મુસ્લિમ બાળકો છે અને એમાં પણ તહેવારો ઉજવવા કઈ રીતે જેમાં ઈદમાં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ યા હુસેન, યા હુસેનના નારા કેમ લગાવવા તે શીખવીને એક નાટક રચવામાં આવે છે.
હિન્દુ સેનાના અધ્યક્ષે કરી અપિલ: આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે. એક સ્કૂલમાં "જય શ્રી રામ અને મહાદેવ હર" વિદ્યાર્થી બોલે તો માર પડે છે ત્યારે બીજી બાજુ આંગણવાડીમાં 'યા હુસેન, યા હુસેન' નારા શીખવવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લઈએ તો ગુજરાતના શિક્ષણના ધર્માંતારણને લઈને આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે. જેને ગુજરાત હિન્દુ સેના સહન નહીં કરે અને લગત અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓ પણ સાવચેતી રાખી પોતાના બાળકો પ્રત્યે ધ્યાન દોરે તેવી હિન્દુ સેના અધ્યક્ષે અપીલ કરી છે.