ભાવનગરઃ 29 ફેબ્રુઆરી એક વિશિષ્ટ તારીખ છે. આ તારીખ 4 વર્ષે માત્ર 1 જ વખત આવે છે. ભાવનગરમાં રહેતા માધ્યમ વર્ગીય નેન્સીનો જન્મ દિવસ પણ 29 ફેબ્રુઆરીએ છે. નેન્સીની ઉંમર 8 વર્ષ છે પરંતુ આજે તેણીએ તેનો માત્ર 3જો જન્મ દિવસ ઉજવ્યો છે. નેન્સીએ પોતાની શાળામાં વિશિષ્ટ રીતે ઉજવ્યો છે પોતાનો બર્થ ડે.
નેન્સીનો જન્મ દિવસ છે 29-02-2016: ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા સંદીપ સાવજીભાઈ મકવાણા એક મધ્યમ વર્ગીય પરિવારમાં વસે છે. સંદીપ મકવાણાને ઘરમાં તા. 29-2-2016ના રોજ એક દીકરીનો જન્મ થયો હતો. આજે આ દીકરી નેન્સીની ઉંમર 8 વર્ષની છે, પરંતુ લીપ યરના લીધે તેણી પોતાના માત્ર 3 જ બર્થ ડે ઉજવી શકી છે. આ અગાઉ નેન્સીએ વર્ષ 2020માં 29મી ફેબ્રુઆરીના રોજ પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો. આજે નેન્સીની શાળામાં બ્લેક બોર્ડ પર તેણીને શાળા વતી શુભેચ્છા અને પેન્સિલની ગિફ્ટ આપવામાં આવી છે.
હું IPCL કમ્પનીમાં નોકરી કરું છું. મારી બેબીનો જન્મ તા. 29-2-2016ના રોજ થયો ત્યારે અમને લીપ યર વિશે ખબર હતી. આજે 29 ફેબ્રુઆરી તારીખ છે. આ અગાઉ અમે 2020માં જન્મ દિવસ ઉજવ્યો હતો. હવે 4 વર્ષ બાદ આજે ફરીથી નેન્સીનો બર્થ ડે આવ્યો છે. અમે તેનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવતા નથી પણ સાદાઈથી તેની જે અપેક્ષા હોય તે પ્રમાણે ઉજવણી કરીએ છીએ...સંદીપ મકવાણા(નેન્સીના પિતા, ભાવનગર)
8 વર્ષની નેન્સી ઉજવી શકી માત્ર 3 જ બર્થ ડેઃ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા સંદીપભાઈની દીકરી નેન્સીનો જન્મ 2016માં 29મી ફેબ્રુઆરીએ થયો હતો. 29 ફેબ્રુઆરી દર 4 વર્ષે 1 વખત આવે છે એટલે કે લીપ ઈયરની ઘટના બને છે. આજે 2024માં ફેબ્રુઆરી મહિનાની 29 તારીખ આવી છે તેથી નેન્સી પોતાનો જન્મ દિવસ ઉજવી શકી હતી. વર્ષ 2016 પ્રમાણે નેન્સી 8 વર્ષની થઈ ચૂકી છે, પરંતુ તેણીએ 8 જન્મદિવસ નથી ઉજવ્યા. નેન્સીએ અગાઉ માત્ર 2 જ બર્થ ડે ઉજવ્યા છે. આજે તેણીએ 3જો જન્મ દિવસ ઉજવ્યો હતો.
આજે નેન્સીનો જન્મદિવસ હોવાથી તેણી તૈયાર થઈને શાળાએ આવી હતી. શાળા તરફથી બોર્ડ ઉપર ખાસ શબ્દોમાં નેન્સીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ તેને વિશિષ્ટ રીતે જન્મ દિવસની સરપ્રાઈઝ આપી હતી. અમારા માટે આ એક વિશિષ્ટ પ્રકારનો અનુભવ છે અને તેના વાલી પણ ઉત્સાહ છે કે 4 વર્ષે તેમની દીકરીનોનો જન્મ દિવસ આવે છે. શાળા તરફથી બોર્ડ ઉપર તેના જન્મદિવસ પાઠવવામાં આવ્યો છે તેમજ પ્રાર્થનામાં પેન્સિલ આપીને ઉજવણી કરાઈ છે...ભરત સોલંકી(ઈન્ચાર્જ આચાર્ય, શાળા નં.58, ભાવનગર)