ETV Bharat / state

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર આરોપીઓને LCBએ ઝડપી લીધા - LCB CAUGHT ACCUSED

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર શબ્બીર મન્સૂરી તેમજ તેની પત્ની નસલિન મન્સૂરીને સુરત ગ્રામ્ય LCBએ બારડોલી ખાતેથી દબોચી લીધા હતા

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર આરોપીઓને LCBએ ઝડપી લીધો
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર આરોપીઓને LCBએ ઝડપી લીધો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2024, 9:39 PM IST

Updated : Dec 11, 2024, 10:55 PM IST

સુરત: ઘણીવાર આવારા તત્વો ફ્લાઇટ્સને ઉડાવી દેવાની ધમકી આપતા કોલ્સ કરતા હોય છે. જેના લીધે લોકોમાં ડરનો માહોલ પૈદા થઇ જતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત એરપોર્ટમાં બની છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર શબ્બીર મન્સૂરી તેમજ તેની પત્ની નસલિન મન્સૂરીને સુરત ગ્રામ્ય LCBએ બારડોલી ખાતેથી દબોચી લીધા હતા અને આગળની તપાસ માટે સીટી પોલીસને સોંપવામાં આવ્યા હતા. હાલ સુરત શહેર પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

સુરક્ષાના પગલે સુરત એરપોર્ટ પર તપાસ: એરપોર્ટ, મોટી હોટેલો, શોપિંગ મોલોને ઉડાડી દેવાના ધમકી ભર્યા મેસેજો અવાર નવાર મળતા હોય છે. ત્યારે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત બારડોલી રેલવે સ્ટેશન ખાતે કોઈ કરી રહ્યું હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી. જેથી સુરત શહેર પોલીસની સાથે સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી. આવી માહિતી મળતા સુરત એરપોર્ટ ખાતે સુરત SOG, PCB, DCB, ડોગ સ્કવોર્ડ ,બોમ્બ સ્કવોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો અને સઘન ચેકિંગ હાથ ધરતા કાંઇ જ શંકાસ્પદ હાથ લાગ્યું નહોતું

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની વાત કરનાર આરોપીઓને LCBએ ઝડપી લીધો (Etv Bharat Gujarat)

પોલીસે બન્ને આરોપીઓને શોધી કાઢ્યા: સુરત ગ્રામ્ય LCBના PI આર. બી ભટોળએ જણાવ્યું કે, સુરત ગ્રામ્ય LCB અને બારડોલી ટાઉન પોલીસે આ અંગે તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બારડોલીના સુરતી ઝાંપા ખાતેથી એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરનાર શબ્બીર મન્સૂરી તેમજ તેની પત્ની નસલિન મન્સૂરી નામની મહિલાની LCBએ અટકાયત કરી હતી અને તેઓનો કબ્જો સુરત સિટી પોલીસને સોંપ્યો હતો. ત્યાર બાદ આ સુરત સિટી પોલીસે બન્નેની કડક પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

  1. સુરત: અચાનક દીપડાએ આંખો પર કર્યો હુમલો, ત્રણ દીપડાને સાથે જોઈ યુવાને આવી રીતે જીવ બચાવ્યો
  2. 31 ડિસેમ્બર પહેલા ગુજરાત પોલીસનો સપાટો: બે ટ્રેલર ભરી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, છ વોન્ટેડ

Last Updated : Dec 11, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.