ભાવનગર: ભાવનગરમાં હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે લાડુ અને મોદકના દિવસો જરૂર માની શકાય ત્યારે ભાવનગરમાં એક અનોખી હરીફાઈ લાડુ અને મોદકની યોજવામાં આવી હતી. 35 થી 40 બહેનોએ રજુ કરેલા લાડુ અને મોદક કોઈ દુકાનોમાં જોવા ન મળે તેવા હરિફાઈમાં રજૂ કર્યા હતા. ચાલો જાણીએ જેવા લાડુઓ અને મોદકો બહેનોએ બનાવ્યા છે.
ક્યાં ક્યાં પ્રકારના લાડુ આવ્યા હરિફાઈમાં: ભાવનગરના ગોપાલ લાલજીની હવેલીમાં ડો. રાજેશ્રીબેન બોસમીયાની આગેવાની હેઠળ લાડુ અને મોદક હરીફાઈ યોજાઈ હતી. ડો, રાજેશ્રી બોસમીયાએ જણાવ્યું હતું કે 'ઠાકોરજીને ગોપાલને પણ લડડું ખૂબ જ પ્રિય હોય છે, એટલા માટે અમે આ લડ્ડુ હરીફાઈ રાખેલી છે. વિવિધ પ્રકારના લાડુ અને મોદક લઈને બહેનો આવેલા છે, જેમાં સેવન સીડ્સ માટે ખૂબ સારા એના મોદક બનેલો છે, રાગીના મોદક બનાવ્યા છે ,પછી ઘઉંના લોટના જે ટ્રેડિશનલ મોદક બનાવેલા છે, કોઈએ ચોકલેટના બનાવ્યા છે, બિસ્કીટના બનાવ્યા છે, ઓરીઓના બનાવેલા છે, ટોપરાના બનાવેલા છે, ચણાના લોટના બનાવેલા છે, પાનના મોદક બનાવેલા છે, ગુલાબના બનાવેલા છે. એમ ખૂબ જ અવનવા પ્રકારના મોદક અહીંયા 35 થી 40 ડીસીઝ લઈને બહેનો આવેલા છે. અમુક બહેનોએ ડ્રાયફ્રુટના પણ બનાવેલા છે.
નાગરવેલના પાનના લાડુની રેસીપી: ભાવનગરની ગોપાલ લાલજીની હવેલીમાં યોજાયેલી હરિફાઈમાં ભાગ લેનાર અને નાગરવેલનાં પાનના લાડુ બનાવનાર બિયા પરીખે જણાવ્યું હતું 'મેં એક્ચ્યુલી પાનના સ્ટફિંગમાં મોદક બનાવ્યા છે. જેમાં પાનની અંદર સફિંગ હોઈ એ અંદર સફિંગ કરવામાં આવ્યા છે અને બહારનું જે કોટિંગ છે તે નારિયેળનું બનાવ્યું છે, નારિયલ, મિલ્ક, ફૂડ કલર અને પાનનો રસ, નાગરવેલના પાનનો રસ એનું આખું સ્ટફિંગ કર્યું છે અને અંદર પાનની જેટલી સામગ્રી આવતી હોય વરિયાળી, ટુટીફ્રુટી, ચેરી પછી સુમન કત્રી એ બધાનું સ્ટફિંગ અંદર સ્ટફ કરવામાં આવ્યું છે.'
રાગીના મોદકની રેસીપી: હરીફાઈમાં ભાગ કેનાર જાગૃતિબેન શનિશ્ચરાએ જણાવ્યું હતું કે 'રાગી શરીર માટે હેલ્ધી બહુ હોય છે અને એની સાથે અખરોટ મુકેલા છે. રાગી અને અખરોટ બંને મિક્સ કરીને ડ્રાયફ્રુટ અંદર મુકેલા છે, ઘી અને ગોળનો પણ ઉપયોગ કર્યો છે, એમાં એટલે હેલ્થ માટે બહુ સારા છે. રાગીના લોટને શેકી અને ડ્રાયફ્રુટને શેકીને ગોળની પાય કરી અને એમાં મિક્સ કરી અને લાડુ બનાવ્યા છે.'
સિડ્સ વિથ મખનાના લાડુની રેસિપી: હરીફાઈમાં ભાગ લેનાર રાજલબેન દાનીએ જણાવ્યું હતું કે 'મેં સિડ્સ વિથ મખનાના મોદક બનાવ્યા છે, મેઇન બેઝ મખના છે. મખનાને રોસ્ટ કરી એનો પાવડર કરી એમાં બહુ જ બધા સિડ્સ એડ કર્યા છે. ખારેક છે, બદામ છે, કાજુ છે, ટોપરું છે, ક્રેઇન બેરી છે આ બધાને રોસ્ટ કરી એનો પાવડર કરી બધું મિક્સ કર્યું. ખારેક અંદર આવે એટલે ઓલરેડી અંદર ગળાશ આવી જ જાય છે, એટલે બહુ જ સુગર કે ગોળની જરૂર નથી હોતી, તે મુજબ થોડો અંદર ગોળ એડ કરી શકે છે. પાઇનિંગ મેં પ્યોર કેસર વાળું દૂધ લીધું અને થોડુંક અંદર ઘી નાખી નાખ્યું છે એટલે હાઈ પ્રોટીન મોદક છે.'
આ પણ વાંચો