ગાંધીનગરઃ રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધી 111.3 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 222 તાલુકામાં વરસાદ પડ્યો છ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 14.16 એમએમ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકના પણ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં 388 એમએમ, મુન્દ્રા તાલુકામાં 217 એમએમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 186 એમએમ, કચ્છના અબડાસા તાલુકામાં 162 એમએમ અને અંજાર તાલુકામાં 88 એમએમ વરસાદ નોંધાયો છે. Body:29 ઓગસ્ટના રોજ જામનગર શહેરમાં વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી બે વ્યક્તિના મૃત્યુ થયા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાદાપુર ગામે નદીના પ્રવાસે ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં 29 ઓગસ્ટના રોજ પુલ 584 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે 8707 લોકોનું સ્થળાંતર કરાયું છે.
ગુજરાતમાં 107 ડેમ છલકાઈ ગયા: રાજ્યમાં 206 ડેમ પૈકી 107 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 85.55 ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે. સરદાર સરોવર ડેમમાં 2,37,984 ક્યુસેક પાણીની આવક સામે 1,92,546 ક્યુસેક પાણીની જાવક છે.
જો આ સીઝનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 980.37 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં 85 તાલુકામાં 1000 એમએમ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 125 તાલુકામાં 501 થી 1000 એમએમ 40 તાલુકામાં 251 થી 500 એમએમ અને એક તાલુકામાં 126 થી 250 એમએમ વરસાદ નોંધાયો છે.Conclusion:કચ્છમાં આ સીઝનનો 177.23 ટકા વરસાદ પડી ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં 87.97 ટકા મધ્ય ગુજરાતમાં 105.4% સૌરાષ્ટ્રમાં 124.84% અને દક્ષિણ ગુજરાતમાં 111.51 ટકા વરસાદ નોંધાયો છે.
કચ્છને મળી થોડી રાહત: આ દરમિયાનમાં ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં મોટાભાગે ભયજનક કહી શકાય તેવો વરસાદ ક્યાંક પડશે તેવું કોઈ અનુમાન નથી. હા કચ્છ અને તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલી ખાતે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે તેવી આગાહી છે.