ETV Bharat / state

કચ્છમાં પ્રવાસીઓમાં વધ્યું હોમ સ્ટેનું ચલણ, હેરિટેજ વ્યૂ, સંસ્કૃતિ અને મહેમાનગતિ આવી રહી છે પસંદ!

કચ્છનાભુજમાં છેલ્લા પાંચ વર્ષમાં હોમસ્ટે ઘણા વધ્યા છે. અતિથિ અને યજમાન બંને એકબીજાના કલ્ચર, ફૂડ, વિચારો અને જે સંસ્કૃતિ છે તેનું આદાનપ્રદાન કરે છે.

કચ્છમાં હોમ સ્ટેનું ચલણ વધ્યું
કચ્છમાં હોમ સ્ટેનું ચલણ વધ્યું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

કચ્છ: દિવાળી વેકેશન અને રણોત્સવની શરૂઆત થતાં જ કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર ધમધમી ઉઠે છે. રણોત્સવના ચાર મહિનાઓમાં જ અંદાજિત 5 લાખ પ્રવાસીઓ કચ્છ અને સફેદ રણની મુલાકાત લેતા હોય છે. તેવામાં હાલ જિલ્લા મથક ભુજથી માંડીને સફેદ રણ સુધીના આસપાસના વિસ્તારમાં હોમ સ્ટેનું ચલણ વધ્યું છે. હોમ સ્ટે એટલે કે હોમ અવે ફ્રોમ હોમ મતલબ કે ઘરથી દૂર રહીને પણ ઘરની અનુભૂતિ કરી શકાય. હોમ સ્ટે ચલાવતા લોકો આવેલા મહેમાનો સાથે ત્રણ કે ચાર દિવસ પરિવાર જેમ આત્મીયતાથી રહે.

કચ્છમાં વધી રહ્યું છે હોમસ્ટેનું ચલણ
કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં છેલ્લા પાંચ વર્ષમાં હોમસ્ટે ઘણા વધ્યા છે. અતિથિ અને યજમાન બંને એકબીજાના કલ્ચર, ફૂડ, વિચારો અને જે સંસ્કૃતિ છે તેનું આદાનપ્રદાન કરે છે. ભુજમાં હેરિટેજ વ્યૂ સાથેનું હોમ સ્ટે કે જે દરબારગઢ ખાતે આવેલું છે, જ્યાંથી રાજાશાહી સમયનો પ્રાગ મહલનો અદભુત નજારો માણી શકાય છે તેવું પ્રાગવ્યુ હેરિટેજ હોમ સ્ટે આવેલું છે.

દરરોજ હોમ સ્ટે બુક કરાવવા માટે પૂછપરછ (ETV Bharat Gujarat)

હોટલો રિસોર્ટમાં ફૂલ બુકિંગ
છેલ્લા 20 વર્ષમાં કચ્છમાં પ્રવાસન પૂરઝડપે વિકસ્યું છે. સફેદ રણ વિશ્વવિખ્યાત બનતા હવે વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આ મીઠાનું રણ જોવા કચ્છ પધારી રહ્યા છે. પ્રવાસન વિકસતા કચ્છમાં અનેક વ્યવસાયો પણ ખીલી ઉઠ્યા છે, જેમાં હોટેલ વ્યવસાયને પણ ખૂબ ફાયદો થયો છે, તો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં કચ્છની હોટલો રિસોર્ટમાં ફૂલ બુકિંગ હોય છે અને ભાડું પણ વધારે હોય છે. ત્યારે પ્રવાસનને વેગ આપવા માટે હોમ સ્ટે પણ વધી રહ્યા છે. તો સાથે જ હવે કચ્છમાં હોમ સ્ટે પણ ખીલી રહ્યું છે.

હોટેલ રિસોર્ટ કરતા હોમ સ્ટેનું ભાડું ઓછું હોતાં પ્રવાસીઓને વધારે પસંદ
લોકો પોતાના ઘરમાં અથવા તો પોતાની માલિકીના ખાલી ઘરમાં પ્રવાસીઓને આવકારી તેમને પોતાના ઘર જેવી જ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. વળી શહેરોમાં આવેલા હોટેલ રિસોર્ટ કરતા આ હોમ સ્ટેનું ભાડું ઓછું હોવાથી પ્રવાસીઓ પણ હોમ સ્ટેને વધારે પસંદ કરી રહ્યા છે. તો સાથે જ હોમ સ્ટેમાં રહી લોકો કચ્છની ગ્રામીણ સંસ્કૃતિ તેમજ કચ્છનું પારંપરિક ભોજન કચ્છી ભાણું પણ માણે છે. લોકોના મનોરંજન માટે કચ્છી સંગીત અને અન્ય પારંપરિક પ્રોગ્રામના પણ આયોજન કરવામાં આવે છે. આ હોમ સ્ટેનું ભાડું સીઝન મુજબ બદલતું રહે છે કે 1500 થી 3000 સુધી હોય છે.

ભુજના વિવિધ વારસાગત ગેટ પરથી રૂમના નામ
પ્રાગવ્યુ હેરિટેજ હોમસ્ટે પરથી પ્રાગ મહેલનો અદભુત નજારો માણી શકાય છે. આ હોમ સ્ટેમાં 5 રૂમ આવેલા છે. જેના કચ્છના વિવિધ 5 જેટલા ગેટ જેમાં મહાદેવ ગેટ, સરપટ ગેટ, ભીડ ગેટ, વાણિયાવાડ ગેટ, પાટવાળી ગેટ જેવા નામ આપવામાં આવ્યા છે. તો અગાસીએ છઠ્ઠી બારી નામ આપવામાં આવ્યું છે. અહીં હેરિટેજ અને એન્ટિક વસ્તુઓ પણ જોવા મળે છે તો કચ્છની સંસ્કૃતિ પણ જોવા મળે છે. સાથે જ લોકોને અહીં પોતાની મનપસંદ રસોઈ બનાવવી હોય તો કિચનની પણ સુવિધા ઉપલબ્ધ છે. દરેક રૂમમાં અટેચ બાથરૂમ પણ ઉપલબ્ધ છે.

દરરોજ હોમ સ્ટે બુક કરાવવા માટે પૂછપરછ
હોમ સ્ટેના સંચાલક કુલદીપ સોનીએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2023થી આ હોમ સ્ટે શરૂ કર્યું છે અને પરિવારના સભ્યો સાથે મળીને આ હોમ સ્ટે ચલાવી રહ્યા છે.ખાસ કરીને આ હોમ સ્ટેના ઉપરથી જે પ્રાગ મહેલનો હેરિટેજ વ્યુ જોવા મળે છે તે જોઈને પ્રવાસીઓ આનંદિત થાય છે તો અહીં ઘર જેવી જ સુવિધાઓ મળે છે તો ખાસ કરીને કચ્છની મહેમાનગતિ પણ પ્રવાસીઓને મળે છે.હાલમાં વેકેશન હોતા ફેબ્રુઆરી સુધી હોમ સ્ટેનું બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે અને દરરોજની 8થી 10 ઇંકવાયરી પણ આવતી હોય છે.આ હોમ સ્ટે માં 2 બેડ, 3 બેડ અને 4 બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે.

દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે રોકાવા
સામાન્ય રીતે આ હોમ સ્ટેની બુકિંગ ગૂગલ પરથી અને ઓનલાઇન રીતે જ આવતી હોય છે. તો અહીં દેશ-વિદેશના પ્રવાસીઓ પણ પોતાના ઘર જેવું વાતાવરણ તેમજ પોતાના પરિવારના વ્યક્તિ જેવી જ લાગણીઓ મળતી હોવાથી હોમ સ્ટેમાં રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આમ તો મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલમાં પણ અનેક સુવિધાઓ મળતી હોય છે પરંતુ પ્રવાસીઓને હોમ સ્ટેમાં જે અટેચમેન્ટ મળે છે તે લાગણીઓને જોઇને 1 દિવસ રોકવા આવેલા પ્રવાસીઓ 3થી 4 દિવસ રોકાતા હોય છે. અહીં યુએઈ, વિયેતનામ, જાપાન, યુકે, ફ્રાન્સ, ઈટલી, ઓસ્ટ્રેલિયા, યુએસએથી પ્રવાસીઓ પણ આવી ચૂક્યા છે.

આ પણ વાંચો:

  1. લેટ લતીફ કર્મચારીઓ ચેતી જજો ! મોડા આવશે તો પગાર કપાશે, શિસ્ત ભંગની કાર્યવાહી પણ થશે
  2. ગીરમાં સિંહ દર્શન માટે બોગસ વેબસાઈટ પરથી તો બુકિંગ નથી કરાવી નાખ્યું ને? વન વિભાગે પ્રવાસીઓને ખાસ ચેતવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.