ETV Bharat / state

1936માં બનેલ જૂનાગઢનો વેલીંગ્ડન ડેમ આજે 88 વર્ષ બાદ પણ છે અડીખમ, જાણો રસપ્રદ ઈતિહાસ - juanagadh News

જૂનાગઢમાં આવેલો વેલીંગ્ડન ડેમ આજે 88 વર્ષ પછી પણ અડીખમ છે. નવાબી સમયમાં બનેલો આ ડેમ આજે પણ જૂનાગઢવાસીઓને પીવાના પાણી પૂરુ પાડતાા એક મજબૂત વિકલ્પ તરીકે કાર્યરત છે. આધુનિક એન્જિનિયરિંગ કલા કૌશલ્ય વગર પણ ગિરનારના કાળા પથ્થરોથી બનેલો આ ડેમ આજે ભલભલા આધુનિક બાંધકામોને પડકાર ફેંકીને અડીખમ છે. juanagadh News Wellington Dam 88 Years old Dam Nawab Era Still Strong

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 9, 2024, 7:02 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

જૂનાગઢઃ દાતાર અને ગિરનાર પર્વતોમાંથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે જૂનાગઢના નવાબ મહોબત ખાન ત્રીજાના સમયમાં દાતાર પહાડો નજીક વેલીંગ્ડન ડેમ બનાવવામાં આવ્યો હતો. જે આજે 88 વર્ષ પૂર્ણ કરીને અડીખમ છે. જ્યારે ડેમને બાંધવામાં આવ્યો હતો ત્યારે આધુનિક ઇજનેરી કલા કૌશલ્યનો બિલકુલ ઉદય થયો ન હતો. તેવા સમયે પણ ભારતીય અને અંગ્રેજ ઇજનેરો અને કારીગરોએ ગિરનારના કાળા પથ્થરોમાંથી ડેમનું નિર્માણ કર્યુ હતું. આ ડેમ આજે 88 વર્ષ પુરા કરી ચૂક્યો છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
ભારત અને બ્રિટનની સંયુકત કામગીરીઃ ભારતીય અને અંગ્રેજ ઇજનેરો અને કારીગરોએ ગિરનારના કાળા પથ્થરોમાંથી ડેમનું નિર્માણ કર્યુ હતું. આ ડેમ આજે 88 વર્ષ પુરા કરી ચૂક્યો છે. જૂનાગઢના ઈતિહાસકાર ડૉ. પ્રદ્યુમન ખાચરે જણાવ્યું હતું કે, જૂનાગઢના નવાબ મહોબત ખાન ત્રીજાના સમયે 11મી મે 1929ના દિવસે રાજ જ્યોતિષી શંભુપ્રસાદ જોશીના હસ્તે ગણેશ પૂજા કરાવીને ડેમના બાંધકામનો શરૂઆત કરાઈ હતી. 7 વર્ષના બાંધકામ બાદ અંતે 10 જાન્યુઆરી 1936 ના દિવસે ભારતના વોઈસરોય ડો. વેલીંગ્ડન દ્વારા આ ડેમને લોકાર્પણ કરવામાં આવ્યો હતો. 44 ફૂટ ઊંચાઈ ધરાવતા આ ડેમની ડિઝાઇન ઈ પ્રોકટર સીમ્સે કરી હતી. જ્યારે ડેમને બાંધવા માટે વસતા લાધા અને રાઘવ કાનજીની સાથે ઇજનેર તરીકે ઠાકરશી ઘીયા અને કે જે ગાંધીએ તેમના કલા કૌશલ્યનો પરિચય આપીને એક અબજ ગેલન પાણી સંગ્રહિત કરી શકાય તેવા ડેમને જૂનાગઢ વાસીઓ માટે તૈયાર કર્યો હતો. જૂનાગઢ મનપા હસ્તકના આ ડેમનું નામકરણ 9મી નવેમ્બર 2008ના દિવસે વેલીંગ્ડન ડેમમાંથી સરદાર પટેલ ડેમ કરવામાં આવ્યું.
Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
  1. કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો, સુરત જિલ્લાના ખેડૂતોની સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યા થઈ હળવી - Kakrapar Dam Overflowed
  2. વરસી રહેલા વરસાદને પગલે, ગોરધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા - Overflow Of Gordha Dam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.