કચ્છઃ નવલી નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબા ક્લાસ, ભાતીગળ ફેશનના વસ્ત્રો, આભૂષણો સહિતની તૈયારીમાં જોતરાઈ ગયા છે ત્યારે આ વર્ષે બજારમાં જયપુરી ઓક્સિડાઇઝ, ફ્યુઝન જ્વેલરી પણ ટ્રેન્ડમાં છે જેમાં ખાસ કરીને કાનના ઝૂમખાં ખેલૈયા યુવતીઓ વધારે પસંદ કરી રહી છે. તો બજારમાં નથથી માંડીને નેક્લેસ સુધી અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે.
બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી
ભુજમાં નવરાત્રીમાં ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી છે જેની સૌથી વધારે માંગ છે તેવું વેપારી જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે અને સૌથી વધારે જ્વેલરી ડિઝાઇન પર સૌની નજર છે. બ્રાઝમાંથી તૈયાર થયેલ સુપર લાઈટ વેટ પર કારીગરોએ વિવિધ ચિત્ર કંડાર્યા છે.તો આ વર્ષે મોરની કૃતિ વાળા ઇયરિંગ પણ ટ્રેન્ડમાં હોવાનું જાણવા મળ્યું હતું.
કપડાં સાથેની મેચિંગ જ્વેલરી પણ કસ્ટમાઇઝ
આ ઉપરાંત જર્મન સિલ્વર જ્વેલરી, ફ્યુઝન ઓક્સિડાઇઝ જ્વેલરી ટ્રેન્ડમાં છે. ફયુઝન જ્વેલરી કે જેમાં મોતી, મિક્સ ધાતુથી તૈયાર અલગ અલગ ડિઝાઇન સહિત મીનાકારી જોવા મળે છે તો સાથે સાથે જયપુરી, રાજસ્થાની, અફઘાની જ્વેલરી પણ સારી એવી માંગમાં રહેતી હોય છે. તો યુવતીઓ પોતાના રાસ ગરબા રમવાના કપડાં સાથેની મેચિંગ જ્વેલરી પણ કસ્ટમાઇઝ કરવામાં આવી રહી છે.
જયપુરી જેવલરી એક આકર્ષક લુક આપે છે
આ ફ્યુઝન જ્વેલરી સંપૂર્ણપણે હેન્ડમેડ છે જે ખેલૈયાઓને અલગ જ લુક આપશે. નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરીની સૌથી વધારે માંગ છે. જે સ્ટેટમેન્ટ લુક આપે છે. જયપુરી જેવલરી એક આકર્ષક લુક આપે છે અને લાઈટ વેટ હોવાના કારણે ગરબા રમતી વખતે ખેલૈયાઓને કોઈ અડચણ પણ આવશે નહીં.
30 રૂપિયાથી 2000 રૂપિયા સુધીની વેરાયટીઓ
છેલ્લા 10 વર્ષોથી પૂનમ ધી બ્યુટી શોપ ચલાવતા દીપક સોનીએ જણાવ્યું હતું કે જ્વેલરીમાં ઓક્સિડાઇઝ જ્વેલરીમાં નાકમાં પહેરવાની નથ, બેંગ્લસ, બ્રેસલેટ, રિંગ, ઇયરિંગ, નેકલેસ તેમજ સેટ જેવી વસ્તુઓની અવનવી વેરાયટીઓ અને નવું કલેક્શન જોવા મળી રહ્યું છે જે નવરાત્રીમાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેની કિંમત 30 રૂપિયાથી શરૂ થાય છે અને 2000 રૂપિયા સુધીની છે. આ ઉપરાંત હાથથી તૈયાર કરવામાં આવેલી વેરાયટીઓ પણ છે. જેમાં મીરર વર્ક કરવામાં આવ્યું છે જોકે અગાઉની સરખામણીએ હવે મીરર વર્કની માંગ ઓછી હોય છે તેમજ અગાઉ જે સેટ રેડીમેડ આવતું હતું તેની પણ માંગ હવે ઓછી થઈ ગઈ છે.
વધારે ટ્રેન્ડમાં ફ્યુઝન જ્વેલરી પણ
સૌથી વધારે ટ્રેન્ડમાં ફ્યુઝન જ્વેલરી પણ છે. જેમાં ડ્યુલ ટોન અને કુંદન વર્ક જોવા મળશે. જયપુરથી તેમજ અમદાવાદથી ખાસ પ્રકારની ડિઝાઇનવાળી જ્વેલરી આવે છે જે ખૂબ પસંદ કરવામાં આવે છે. નથ 30 રૂપિયાથી 100 રૂપિયા સુધીમાં, બેંગલસ 100 થી 400 રૂપિયા સુધીમાં, બ્રેસ્લેટ 200થી 1000 રૂપિયા સુધીના, સો રૂપિયાથી હજાર રૂપિયા સુધીમાં એરિંગ્સ 250 રૂપિયાથી 2000 રૂપિયા સુધીમાં જયપુરી નેકલેસ ₹50 થી 350 રૂપિયા સુધીના રિંગ તેમજ 250 રૂપિયાથી 2000 રૂપિયા સુધીના સેટની વેરાઈટીઓ ઉપલબ્ધ છે.