ETV Bharat / state

Veraval drug case : વેરાવળ ડ્રગ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા, ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું ?

ગતરોજ વેરાવળ બંદર પરથી માછીમારીની બોટમાંથી રુ. 250 કરોડની કિંમતનું અંદાજે 50 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા દળોની તપાસમાં સામે આવેલી વિગતો બાદ હવે સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનો હોવાનું બહાર આવ્યું છે. જાણો સમગ્ર મામલો

વેરાવળ ડ્રગ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 5:04 PM IST

ગીર સોમનાથ : ગઈકાલે મોડી રાત્રીના સમયે સોમનાથ પોલીસે રુ. 250 કરોડની કિંમતનું અંદાજે 50 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેમાં સ્થાનિક બોટના ટંડેલ અને અન્ય બે ગુજરાતી યુવકોની પોલીસે અટકાયત કરી છે. સમગ્ર મામલો હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાતો જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક : સમગ્ર મામલામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે, જેમાં ઈરાનના મૂર્તઝા નામના વ્યક્તિએ ગુજરાતની માછીમારીની બોટમાં મધદરિયે એક-એક કિલોના પેકિંગમાં 50 કિલો ડ્રગ્સ ભરીને વેરાવળ બંદર સુધી પહોંચાડવામાં સફળ રહ્યો હતો. જામનગરના બે યુવાનોને ડ્રગ્સ લેવા માટે વેરાવળ બંદરે મોકલ્યા હતા. તેમના નામનો પણ ખુલાસો થયો છે. હાલ આફ્રિકામાં રહેતો પરંતુ મૂળ જામનગરના જોડિયાનો ઈશાક રાવ ઉર્ફે મામાની સૂચનાથી આ ડ્રગ્સ વેરાવળ બંદર પર મોકલવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ચોંકાવનારો ખુલાસો : ગુજરાતમાં પાછલા એકાદ વર્ષથી ખૂબ પુષ્કળ પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. જે લોકો ડ્રગ્સ સાથે ઝડપાયા છે તેમના આકાઓના નામ આજે પણ સામે આવ્યા નથી. પરંતુ વેરાવળમાંથી પકડાયેલા ડ્રગ્સના મામલામાં ઇરાનથી ડ્રગ મોકલનાર વ્યક્તિ અને જેણે આ ડ્રગ્સ મંગાવ્યું છે તેની પૂરી અને પાકી ઓળખ થઈ ચૂકી છે. આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે સીધી રીતે જોડાયેલો છે.

ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું ? જામનગરથી વેરાવળ બંદર પર ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવેલા જામનગરના આસિફ અને અરબાઝ નામના બે વ્યક્તિ ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં કોને પહોંચાડવાના હતા તે તપાસનો વિષય છે. ETV Bharat દ્વારા અહેવાલમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જામનગર અને ઓમાનના અજાણ્યા બે વ્યક્તિ કોણ છે તેનો આજે ખુલાસો થયો છે. પરંતુ આ ડ્રગ્સ વેરાવળથી રાજકોટ કોને આપવાનું હતું તેને લઈને પણ હવે શંકા-કુશંકાની વચ્ચે તમામ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

સુરક્ષા એજન્સી દ્વારા તપાસ : ડ્રગ્સ મંગાવનાર અને મોકલનાર બંને વ્યક્તિ ભારતની બહાર આફ્રિકા અને ઈરાનમાં બેઠા છે. પરંતુ રાજકોટમાં ડ્રગ્સ કોને આપવાનું હતું તેના પર હવે તપાસ કેન્દ્રિત થઈ શકે છે. હાલ સમગ્ર મામલામાં ગુજરાત ATS, LCB, SOG અને FSL સ્ટાફ સતત તપાસ કરી રહ્યો છે. વર્ષો પૂર્વે માફિયા પોરબંદરના દરિયાકિનારે સોનું અને ગેરકાયદેસર હથિયાર અને સામાનની દાણચોરી કરતા હતા. પરંતુ હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરી રહ્યા છે.

  1. Pune Police Bust Major Drug Racket: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, ₹100 કરોડનું MD જપ્ત
  2. Prisoner Escape : ગુજરાત પોલીસ જાપ્તામાંથી કેદી થયો ફરાર, જાણો કેવી રીતે આપી પોલીસને થાપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.