ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારની મુલાકાતે આવ્યા છે. અને તેઓ તૈયાર કરવામાં આવેલી સ્માર્ટ સ્કૂલનું મુલાકાત અને લોકાર્પણ કરશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 30 જેટલી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે. અમિત શાહ આ સ્માર્ટ સ્કૂલ પૈકી વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે આવેલી સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેશે નારણપુરા ગામ ખાતે નવી તૈયાર થયેલી સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ પણ કરશે. તેમજ ત્યાં અભ્યાસ કરી રહેલા બાળકો સાથે તેઓ સંવાદ કરશે. તેઓ શિક્ષકોને પણ મળીને રૂબરૂ સૂચનો કરશે.
ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે: તમને જણાવી દઈએ કે, દર વર્ષે મોટી સંખ્યામાં ખાનગીમાંથી સરકારી શાળામાં બાળકો આવી રહ્યા છે. જેના પર એક નજર કરીએ તો વર્ષ 2021-22માં અમદાવાદમાં AMC બોર્ડના કુલ મળીને 440 શાળાઓ હતી. જેમાં 1.62 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા હતા. 2022માં શાળાઓની સંખ્યા 459 અને બાળકોની સંખ્યા 1.70 લાખ થઈ હતી. 2023-24માં અંદાજિત 9600 બાળકોએ ખાનગી શાળાઓમાંથી મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. છેલ્લા સાત વર્ષમાં અંદાજિત 40,000થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ પ્રવેશ માટે સારો એવો ઘસારો થઈ રહ્યો છે.
સ્માર્ટ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી: ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા રૂપિયા 9.54 કરોડના ખર્ચે નારણપુરા ગુજરાતી શાળા, થલતેજ શાળા, ઘાટલોડિયા શાળા અને ગાંધીનગર શાળા નંબર-2 એમ કુલ ચાર સ્માર્ટ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું અને આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાની મુલાકાત કરીને સ્કૂલમાં હાજર રહેલા બાળકો સાથે પણ તેઓએ વાતચીત કરી કરશે.
સ્માર્ટ સ્કૂલનું પ્રમાણ વધારવાઓ લક્ષ્યાંક: અમદાવાદમાં રોજે રોજ સરકારી સ્માર્ટ સ્કૂલો બની રહી છે. આવનાર સમયમાં તમામ વોર્ડમાં સ્માર્ટ સ્કૂલો બનાવવાનો લક્ષ્યાંક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ નિર્ધારિત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત શાળાઓમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ સ્કૂલ ઈન્ટરનેટ કનેકિટીવીટી સાથે કોમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણથી સજ્જ થઈ રહી છે. આવી સ્માર્ટશાળાઓમાં બાળકો જાતે જ સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરીને સ્માર્ટ જ્ઞાનસંવર્ધન કરી શકે છે. સ્માર્ટ સ્કૂલમાં વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકો અસરકારક રીતે ભણતરના પાઠ શીખે છે. ઇન્સ્ટોલ થયેલા અભ્યાસક્રમો સ્માર્ટબોર્ડ દ્વારા ભણાવવમાં આવે છે. જેમાં 36 પ્રકારનાં વિવિધ ઉપકરણો દ્વારા બાળકો આનંદથી અભ્યાસ કરે છે.
ટેક્નોલોજીથી ભરપૂર એવી સ્માર્ટ સ્કૂલ: ઇન્ટિગ્રેટેડ ડિજિટલ ટીચિંગ ડિવાઇસના મલ્ટિમીડિયા કન્ટેન્ટ દ્વારા ગુજરાત સરકાર માન્ય તૈયાર કરાયેલા અભ્યાસક્રમને સ્માર્ટ ક્લાસમાં ભણાવવામાં આવે છે. મેથ્સ અને સાયન્સ લેબમાં ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમનું વર્કિંગ મોડલ રજૂ કરાય છે, જે માટે શિક્ષકોને ખાસ તાલીમ આપીને આશરે 100 જેટલા ગણિત અને વિજ્ઞાનનાં મોડેલ રજૂ કરવાનો પ્રયાસ કરાશે. સ્માર્ટ સ્કૂલ અંતર્ગત એની ટાઇમ અને વેર લર્નિંગના ધ્યેયને હાંસલ કરવા ફેન્સી બેન્ચીસ સાથે ઇનડોર નેટવાળો ફ્યૂચર તૈયાર કરી ક્લાસરૂમ પરંપરાગત શિક્ષણથી અલગ વાતાવરણનું નિર્માણ થયેલ છે. સ્માર્ટ શાળામાં કલરફુલ બેન્ચીસ, અમુક તાપમાને ઓટોમેટિક ઇનપુટ આપતું અગ્નિશામક યંત્ર, વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક કૌશલ્યના વિકાસ માટે રમતગમતનાં સાધનો, 250 માઇક્રોન પીવીસીશીટમાં 109 માઇક્રોન લેમિનેશન સાથે થ્રી-ડી એજ્યુકેશન ચાર્ટ તેમજ બાળકોને લેપટોપ મૂકવા લોકર અને શૂ-રેકની સુવિધા પણ અપાઈ છે.