વડોદરાઃ ટાટા એરબસલ ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ વિકલાંગ બાળાને મળ્યા હતા.
#WATCH | Gujarat: " he first took the sketch and then came and shook hands with me. both of them talked to me...i was very happy. pm modi introduced me to president of the government of spain, pedro sanchez...," says dia gosai, a local resident. https://t.co/2rZvzvekcg pic.twitter.com/PAfC2BK6hw
— ANI (@ANI) October 28, 2024
સ્વયં દોરેલા ચિત્રોની ફ્રેમમાં ભરીને આપી
એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્રકાર છે. તેણે તેમના પરિજનો સાથે અહીં આવી બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ મઢીને આપી હતી. જેને બન્ને મહાનુભાવોએ સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી. આ વેળા સાંસદ ડો. હેમાંગભાઇ જોશી પણ સાથે રહ્યા હતા.
ચાલું રોડ શો એ બંને વડાપ્રધાન નીચે ઉતર્યા હતા
એવામાં રોડ શોનો કાફલો આ તરફથી પસાર થયો અને તેવામાં બન્ને વડાપ્રધાનની નજર આ છાત્રા પર ગઇ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બન્ને મહાનુભાવો પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બંને વડાપ્રધાનની કોનવોય કાર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ દિવ્યાંગ દીકરીને મળવા માટે કોન્વોય થોભાવી દીધો હતો. આ અંગે સહુ જાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવું ઘણી વખત કર્યું છે કે તેઓએ અચાનક કોન્વોય રોકી દેવડાવ્યો હોય પણ આ વખતે તેમની સાથે વિદેશના મહેમાન વડાપ્રધાન સાંચેઝ પણ હતા. લગભગ વિદેશી વડાપ્રધાન સાથે હોય અને તેમણે આ પ્રમાણે કોન્વોય રોકાવી દીધો હોય તેવી આ પહેલી ઘટના હતી.
અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું
ભારત માટે કેમ ખાસ છે C-295 એરક્રાફ્ટ ? હવે વડોદરામાં થશે પ્રોડક્શન, જાણો C-295 એરક્રાફ્ટની વિશેષતાઓ