બનાસકાંઠા: જિલ્લામાં આજે પણ વર્ષો જૂની પરંપરાગત આંટીવાળી દેશી ગરબી પુરુષો રમીને માઁ અંબાની આરાધના કરે છે. દેશી ઢોલના તાલે પુરુષો આંટીવાળી ગરબી રમે છે. જે વડવાઓ દ્વારા રમાતી દેશી ગરબીની પરંપરા જિલ્લાના અમુક ગામડાઓમાં આજે પણ યથાવત જોવા મળી રહી છે.
ગામલોકોએ વડવાઓની પરંપરા જાળવી: પહેલાના જમાનામાં લોકો દેશી ઢોલના તાલે જાતે જ દેશી ગરબા ગાતા હતા અને દેશી આંટીવાળી ગરબી પુરુષો રમતા હતા. જે પરંપરા કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે આજે જોવા મળી રહી છે. અહીંના ગામ લોકોએ વડવાઓની આ પરંપરા જાળવી રાખી છે. ગામ લોકો નવરાત્રીના 9 દિવસ દેશી આંટીવાળી ગરબી રમે છે અને માઁ અંબાની સાચા અર્થમાં આરાધના કરે છે.
લોકો દેશી ઢોલના તાલે ગરબે ઘૂમે છે: એક તરફ આધુનિક યુગમાં લોકો ડીજેના તાલે તેમજ મોટા મોટા પાર્ટી પ્લોટમાં પૈસા ખર્ચીને નવા થનગનાટ ગીતો સાથે નવરાત્રીના ગરબા રમી નવરાત્રી ઉજવતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમુક ગામડાઓમાં હજુ પણ દેશી ઢોલના તાલે લોકો દેશી ગરબા જ રમી રહ્યા છે. કાંકરેજ તાલુકાના શિરવાડા ગામ લોકોએ કહ્યું છે કે, દર વર્ષે નવરાત્રિના 9 દિવસ તેઓ દેશી ઢોલના તાલે નવરાત્રીના 9 દિવસ છે. આંટી વાળી ગરબી પુરુષો જાતે જ રમે છે.
મહિલાઓ ગરબીમાં સામેલ થતી નથી: જોકે આ ગરબીમાં મહિલાઓ પણ સામેલ થતી નથી. મહિલાઓ માત્ર પુરુષોની ગરબી નિહાળવા માટે એકત્ર થાય છે. એટલે કે જે વડવાઓએ વારસામાં આપ્યું છે. તે શિરવાડા ગામ લોકોએ આધુનિક યુગમાં પણ જાળવી રાખી ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યા છે. અને આજે આ ગરબી ગુજરાત ભરમાં ખૂબ જ જાણીતી છે.મોટા પાર્ટી પ્લોટોમાં ગરબા રમવા માટે લાખો રૂપિયા ખર્ચે લોક ગાયકોને બોલાવવામાં આવે છે.
ગામલોકો માઁની ભક્તિમાં ગરબે ઝૂમે છે: જે અવનવા ગીતો ગાય લોકોને ગરબે રમાડે છે. જો કે શિરવાડા ગામના લોકો આજે જાતે જ દેશી ગરબા ગાય છે અને ગરબા ગાતા ગાતા તેઓ માની ભક્તિમાં ઝૂમે છે. એટલે કહી શકાય કે, કાંકરેજ તાલુકાના શીરવાડા ગામે આજેય નવરાત્રીના 9 દિવસ ધર્મ સંસ્કૃતિ અને માતાજીની સાચી આરાધના કરતા ગામલોકોના હૈયે વડવાઓનો આદર પ્રેમ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: