સુરત: જિલ્લાના અલથાણ વિસ્તારમાં આમ્રપાલી બંગલોઝ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. તે સાથે જ ત્યાં લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં લોકોએ પોતપોતાની સમસ્યાઓની રજૂઆત રાજ્ય ગૃહમંત્રી સમક્ષ કરી હતી. આ લોકદરબારમાં ગૃહ મંત્રીએ જાહેરમાં લોકોની અનેક સમસ્યાઓ સાંભળી હતી. જ્યાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમે લોકો દિલ ખોલીને કોઈપણ ફરિયાદ કરો.
![ગૃહમંત્રીએ લોકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા જણાવ્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-06-2024/gj-surat-rural07-harsh-gj10065_23062024003746_2306f_1719083266_729.jpg)
હર્ષ સંઘવીએ લોકોને ટ્રાફિકની આપી સમજણ: આ મુલાકાતમાં ગૃહમંત્રીએ ટ્રાફિકને લઈ લોકોને સમજણ આપી હતી. તેઓએ જણાવ્યું કે, ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જતા નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે. જો કોઈ કાયદો તોડશે તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી આ બાબતમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં. રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં .મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં .ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈનો પણ ફોન આવે તો કોઈને પણ છોડતા નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ. રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે જેથી હવે રોંગ સાઈડ પર પોલીસ સખત કાર્યવાહી કરશે.
![ગૃહમંત્રીએ લોકોને ટ્રાફિકની સમજણ આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-06-2024/gj-surat-rural07-harsh-gj10065_23062024003746_2306f_1719083266_28.jpg)
ટ્રાફિક નિયમોના પાલનથી અકસ્માતમાં ઘટાડો: ગૃહમંત્રીએ લોકોને જણાવ્યું કે, હાલ ટ્રાફિક સિગ્નલ અને નિયમોના કડક અમલથી રોડ એક્સિડન્ટમાં ખૂબ જ ઘટાડો થયો છે. એક અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માત ઓછા થયા સાથોસાથ ફેટલ પણ ખૂબ ઓછા થયા છે. તેનાથી મોટી પ્રસિદ્ધી સુરતીઓની ન કહી શકાય. સુરતમાં અકસ્માત ઓછા કરવા એ જ આપણી જીત છે. મને આશા છે કે, આજે આપણે સૌ સાથે મળીને ટ્રાફિક નિયમોનું પાલન કરીશું.
ગૃહમંત્રીએ પોતાની ગાડીનો મેમો ભરાવ્યો: ગૃહમંત્રીએ કહ્યું કે, અનેક લોકોએ ટ્રાફિકના જુના મેમો આવતા હતા તેની રજૂઆત કરી પરંતુ મેમો તો ભરવા જ પડશે. મેં મારા ઘરની ખુદની ગાડી પર મેમો ભરાવ્યો છે. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. લાઈન હોય તો સમય મળે અને લાઈન ઓછી થાય ત્યારે મેમો ભરવા જઈ શકાય છે. મેમો અમારી માટે પ્રાથમિકતા નથી શહેરમાં અકસ્માત રોકવાની અને ટ્રાફિક નિયમો પાલન કરવાની પ્રાથમિકતા છે.