ETV Bharat / state

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ રાકેશ રાણાની અંતિમ વિદાય, કોસ્ટ ગાર્ડે આપ્યું ગાર્ડ ઓફ ઓનર - FINAL FAREWELL TO MARTYRED SOLDIER

તા. 2 સપ્ટેમ્બરના રોજ તબીબી સ્થળાંતર દરમિયાન હેલિકોપ્ટર દરિયામાં ખાબક્યું હતું. જેમાં કોસ્ટ ગાર્ડના જવાનની લાશ મળી છે. જેની આજે અંતિમવિધિ કરાઇ હતી.

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ રાકેશ રાણાની અંતિમ વિદાય
હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ રાકેશ રાણાની અંતિમ વિદાય (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2024, 1:43 PM IST

Updated : Oct 12, 2024, 3:10 PM IST

પોરબંદર: દેશના વીર જવાનો દેશની સેવા કરતા હોય છે. લોકોની સુરક્ષાની જવાબદારી લઇને દેશ અને દેશવાસીઓની રક્ષા કરતા હોય છે. ત્યારે દેશના જવાનો શહીદ થાય છે. ત્યારે તે વીરગતિ પામ્યા બાદ ભારતમાતાના ખોળામાં પોઢી જાય છે. ત્યારે પોરબંદર દરિયા કિનારેથી એક કોસ્ટગાર્ડ જવાનની લાશ મળી આવી હતી. જેમની અંતિમ વિદાય આપવામાં આવી છે.

રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર દરિયામાં ખાબક્યું: મળતી વિગત અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડના ICG ALH MK-III હેલિકોપ્ટર (બેરિંગ ફ્રેમ નંબર CG 863) ગત તા. 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:15 કલાકે મોટર ટેન્કર હરિલીલામાંથી ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરના તબીબી સ્થળાંતર માટેના રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર દરિયામાં ખાબક્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના આ હેલિકોપ્ટરમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર હતા.

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ રાકેશ રાણાની અંતિમ વિદાય (Etv Bharat gujarat)

જવાન રાકેશ રાણા 38 દિવસથી લાપતા: હેલિકોપ્ટર દુર્ઘટના પછી તેમાંથી એકને બચાવી લેવાયા હતા. પરંતુ અન્ય લોકો બચી નહોતા શક્યા. જ્યારે 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે એક જવાન રાકેશ રાણા 38 દિવસથી લાપતા હતા. જેની શોધખોળ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી હતી. ત્યારે પોરબંદરના દરીયામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે શહીદને અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ રાકેશ રાણાનો પરિવાર અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનોએ અંતિમ વિદાય આપી હતી.

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ રાકેશ રાણાની અંતિમ વિદાય
હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ રાકેશ રાણાની અંતિમ વિદાય (Etv Bharat gujarat)

રાકેશકુમાર રાણા મિશનના કમાન્ડના પાયલટ: સમગ્ર ઘટનાની તપાસ માટે ભારતીય કોસ્ટગાર્ડના ALH હેલિકોપ્ટરનો ફ્યુઝલેજ પણ રિકવર કરવામાં આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ (જેજી) વિપિન બાબુ અને પ્રધાન નાવિક કરણસિંહ એ બહાદુર તેઓના શરીરના અવશેષો સમુદ્રમાંથી મળી આવ્યા હતા. બાકીના એક ક્રૂ કમાન્ડન્ટ રાકેશકુમાર રાણા તેઓ મિશનના કમાન્ડમાં પાયલટ હતા, તેમને શોધવા માટે શોધખોળના પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા હતા.

પિતાને પુત્રીએ આપ્યા અંતિમ સંસ્કાર: દુર્ઘટનાથી જ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને હવાઈ અસ્કયામતોની શોધ થઈ રહી હતી. ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોના સંસાધનો દ્વારા પ્રયાસો બાદ 38 દિવસથી લાપતા કમાન્ડર રાકેશકુમાર રાણાનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસ્ટગાર્ડ દ્વારા રાકેશકુમાર રાણાના મૃતદેહની અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી. અંતિમ યાત્રા પોરબંદર કોસ્ટગાર્ડ એર એન્કલેવથી સ્મશાન સુધીમાં અનેક અધિકારીઓ જોડાયા હતા. રાકેશ રાણાની પુત્રી અમાયરાએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા

જવાન હિમાચલ પ્રદેશના રહેવાસી: શહિદ જવાન હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લાના બેજનાથ તાલુકામાં આવેલા સનસાઈ ગામના રહેવાસી છે. શહીદ વીર રાકેશ રાણાના પરિવારના મોટાભાગના સભ્યો સુરક્ષાદળમાં ફરજ બજાવે છે. તેમના પિતા બલદેવસિંહ રાણા પણ ઇન્ડિયન આર્મીમાં નિવૃત્ત અધિકારી છે. ત્યારે તેમની પત્ની સોનિયા રાણા તથા પુત્રી અમાયરા છે. આગામી 7 નવેમ્બરના રોજ શહિદ જવાન રાકેશ રાણાનો જન્મદિવસ હોય ત્યારે તેમની પુત્રી અમાયરાએ પિતાને ગિફ્ટમાં આપવા બર્થ ડે કાર્ડ બનાવ્યું હતું જેમાં તેેણે લખ્યું હતુું. હેપ્પી બર્થડે પાપા આઇ મિસ યું માય ફાધર વેરી મચ...

પુત્રના પાર્થિવ દેહને બાથ ભીડી માતા રડી પડી: શહીદ વીર રાકેશ રાણાના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અધિકારીઓ અને પરિવારજનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી અને શહીદ વીરના પાર્થિવ દેહને બાથ ભીડીને તેમની માતા રડી પડી હતી. પોતાના પુત્રના દેહને પાછો લાવવા બદલ જવાનના પિતા બલદેવસિંહ રાણાએ કોસ્ટ ગાર્ડના જવાનો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:

  1. મહિલા સરપંચના પતિ પર લાગ્યો આવાસના લાભાર્થીઓ પાસે રૂપિયા લીધાનો આરોપ
  2. Air India વિમાનમાં હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ, આખરે સલામત લેન્ડિંગ, તમામ 141 મુસાફરો સુરક્ષિત

Last Updated : Oct 12, 2024, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.