બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ યાત્રાધામ અંબાજી ખાતે આખો દિવસ બફારા બાદ ધોધમાર વરસાદ પડતા પંથકમાં ઠંડક પ્રસરી હતી. જો કે ધોધમાર વરસાદના કારણે મેઇન બજાર તેમજ અંબાજીના હાઇવે માર્ગો પર પાણી ભરાયા હતા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી શક્તિપીઠ અંબાજી બેટમાં ફેરવાયું હતું. જ્યારે બીજી બાજુ વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી બાજુ 4 ઇંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે ભરબપોરે કાળા ડિબાંગ વાદળ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા આખા પંથકમાં ઠંડક કરી હતી. જો કે ભારે વરસાદના કારણે શક્તિપીઠ અંબાજી બેટમાં ફેરવાયું હતું. ભાદરવી મેળાની તડામાર તૈયારીઓ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીઓ માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અંબાજીના હાઇવે માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા માર્ગો નદીમાં ફેરવાયા હતા.
ભારે વરસાદ વચ્ચે વાહનચાલકોને હાલાકી: ભારે વરસાદના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. વરસાદ વચ્ચે ચાલતા વાહનો બંધ પડી ગયા હતા. જો કે અંબાજીના આજુબાજુ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની એન્ટ્રીથી અંબાજીના નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અંબાજીના મેઇન બજારના માર્ગોમાં પાણી ભરાતા માર્ગો નદીમાં ફેરવાઇ ગયા હતા. જ્યારે બનાસકાંઠાના વડગામ તાલુકામાં બપોરે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વડગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ: બનાસકાંઠામાં મેઘરાજાના થોડા દિવસ વિરામ બાદ શક્તિપીઠ અંબાજી અને વડગામ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. જો કે વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે પાલનપુરને જોડતો હાઇવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. તેમજ વડગામ તાલુકા પંચાયતમાં પણ વરસાદી પાણી ભરાતા અરજદારો પણ અટવાયા હતા. જો કે 4 ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલો જોવા મળ્યો હતો. બનાસકાંઠાના વડગામ સિવાયના તાલુકાઓમાં વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સરહદી વાવ, થરાદ, સુઈગામ, ભાભર સહિતના વિસ્તારોમાં ચોમાસુ વાવેતર કરેલ પાકો બળી રહ્યા છે.
આ પણ વાંચો: