રાજકોટ: TRP ગેમઝોનની ઘટનામાં અને જેલમાં રહેલા સસ્પેન્ડેડ તત્કાલીન TPO મનસુખ સાગઠિયા અને ફાયર ઓફીસર ભીખા ઠેબાએ જામીન અરજી કરી હતી. જેમાં TPO જામીન અરજીની સુનવણી આગામી તા. 14 ઓક્ટોબરના રોજ થશે. જેમાં ફાયર ઓફિસરના 2 દિવસના જામીન મંજુર કરવામાં આવ્યા છે. બનાવની મળતી વિગત મુજબ ગત તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમઝોનમાં 27 લોકોના મોત થયા હતા. જે બનાવમાં 16 શખ્સો સામે ગુનો દાખલ થયો હતો.
TRP ગેમઝોનના આરોપીઓ સામે ગુનો: TRP ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર, ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા જૈન, રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલા ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખાઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.
15 આરોપીઓ જેલહવાલે: અગ્નિકાંડના બનાવમાં આરોપી પ્રકાશચંદ કન્હેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેમાંથી અશોકસિંહ, કિરીટસિંહ, ઇલેશ ખેર, ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. જયારે સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે ACBએ પણ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે. જે માટે બંને કેસમાં ચાર્જશીટ થઈ ગયા બાદ જામીન અરજી કરી છે.
મનસુખ સાગઠીયાની જામીન પર સુનવણી: ફાયર ઓફિસર ભીખા ઠેબા માતાનું અવસાન થયું હોવાથી ધાર્મિક વિધિ માટે 2 દિવસની જામીન અરજી કરી હતી. જેમાં ફાયર ઓફીસર જમીન મંજુર કરવામાં આવ્યા છે અને મનસુખ સાગઠીયા જામીન અરજી પર વધુ સુનવણી તારીખ 14 ઓક્ટોબરના રોજ થશે.
આ પણ વાંચો: