ETV Bharat / state

C. R. Patil: ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો આજે જન્મ દિવસ, સુરતમાં અનેક સેવાકીય કાર્યક્રમો યોજાયા - HBD C R Patil

આજે 16મી માર્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો 70મો જન્મદિવસ છે. તેમના જન્મ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે 411 જેટલા કમળ સી.આર.પાટીલને ભેટમાં આપી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીતના આશીર્વાદ પાઠવ્યા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. HBD C.R. Patil Surat Blood Donation Fruit Distribution Wheel Chair Distribution

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો આજે જન્મ દિવસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 5:18 PM IST

સુરતમાં અનેક સેવાકીય કાર્યક્રમો યોજાયા

સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો 70મા જન્મ દિવસ નિમિત્તે અનેક લોકો, મતદારો, ભાજપ અગ્રણી, કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી. સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ પણ તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે 411 જેટલા કમળ સી.આર.પાટીલને ભેટમાં આપી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીતના આશીર્વાદ પાઠવ્યા હતા. સવારથી જ સી. આર. પાટીલ પર જન્મ દિવસની શુભેચ્છાની વર્ષા શરુ થઈ હતી. જેમાં રુબરુ મળીને અનેક લોકોએ પાટીલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

અનેક સેવાકાર્યોઃ સી. આર. પાટીલના જન્મ દિવસે અનેક સેવાકીય કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. જેમાં 11 દિવ્યાંગો ને વહિલ ચેર સી.આર.પાટીલ ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી હતી. સિવિલમાં દર્દીઓમાં ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લિંબાયતમાં સંગીતા પાટીલ દ્વારા પણ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગાઉ 22000 યુનિટ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. સી. આર. પાટીલ પોતાના દરેક જન્મ દિવસને અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરીને ઉજવણી કરે છે. અગાઉ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષના જન્મ દિવસની ઉજવણીમાં લોકોપયોગી કાર્યો કરવામાં આવ્યા હતા.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જન્મદિવસને લોકસેવા માટે સમર્પિત કર્યો છે. લિંબાયતમાં 3,500 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. આ સાથે અલગ અલગ જગ્યાએ આરોગ્ય લક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20,000થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો.

  1. Election 2024: ગુજરાતની લોકસભાની 15 સીટો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, સી.આર.પાટીલને...
  2. C.R.Patil: આપ અને કૉંગ્રેસનું ગઠબંધન એટલે આંધળા અને લંગડાનું ગઠબંધન - સી. આર. પાટીલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.