ETV Bharat / state

GUJCET Exam 2025: ગુજકેટની પરીક્ષાની તાારીખ સાથે પરીક્ષાનું માળખું પણ જાહેર કરાયું

વિજ્ઞાન પ્રવાહન ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની 23 માર્ચ 2025ના રોજ રવિવારે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12 બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલની સાથે સાથે ગુજકેટ 2025ની (GujCET Exam 2025) પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ વિજ્ઞાન પ્રવાહન ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની 23 માર્ચ 2025ના રોજ રવિવારે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ગુજકેટ 2025 માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે તથા પરીક્ષાની માહિતી પુસ્તિકા શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.

શું હશે પરીક્ષાનો સમય?
23 માર્ચ 2025ના રોજ રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના પ્રશ્નોપત્રો રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. 80 માર્ક્સના આ પેપર માટે 120 મિનિટનો સમય મળશે. જ્યારે અન્ય બે પ્રશ્નપત્ર માટે 60-60 માર્ક્સનો સમય આપવામાં આવશે.

ગુજકેટ પરીક્ષાનું માળખું
ગુજકેટ પરીક્ષાનું માળખું (GSEB)

નોંધનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટની પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. GSEB Exam Time Table: ધો.10-12 બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર લેવાશે?
  2. સરદારના સાનિધ્યમાં વિકાસ પદયાત્રા: વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ રેલી યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.