ETV Bharat / state

અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા 'ટેક એક્સ્પો ગુજરાત 2024' નું કરાશે આયોજન - Tech Expo Gujarat 2024 - TECH EXPO GUJARAT 2024

ટેક એક્સ્પો ગુજરાત 2024' રાજ્યનો સૌથી મોટો ટેક્નોલોજી એક્સ્પો, ગુજરાતના ટેક્નોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે. સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે 20 અને 21 ડિસેમ્બરના રોજ આયોજિત આ પ્રીમિયર બે દિવસીય ઈવેન્ટ સહયોગ, ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. Tech Expo Gujarat 2024

અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા 'ટેક એક્સ્પો ગુજરાત 2024' નું આયોજન કરાશે
અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા 'ટેક એક્સ્પો ગુજરાત 2024' નું આયોજન કરાશે (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 9, 2024, 6:47 PM IST

અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા 'ટેક એક્સ્પો ગુજરાત 2024' નું આયોજન કરાશે (Etv Bharat gujarat)

અમદાવાદ: 'ટેક એક્સ્પો ગુજરાત 2024' રાજ્યનો સૌથી મોટો ટેક્નોલોજી એક્સ્પો, ગુજરાતના ટેક્નોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે. સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે 20 અને 21 ડિસેમ્બરના રોજ આયોજિત આ પ્રીમિયર બે દિવસીય ઈવેન્ટ સહયોગ, ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. આ ટેક એક્સ્પો અમદાવાદ આઈટી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ(AIMED)ના સહયોગથી યોજાઈ રહ્યો છે.

એક્સ્પોમાં 3000થી વધુ લોકો ભાગ લેશે: આ એક્સ્પો 3,000 થી વધુ સહભાગીઓને એકસાથે લાવશે, જેમાં સ્થાપિત વ્યવસાયો, મહત્વાકાંક્ષી સાહસિકો અને લીડીંગ ટેક ટેલેન્ટનો સમાવેશ થાય છે. તે લીડીંગ ટેક્નોલોજી કંપનીઓના ઘણા સી- લેવલ ડિરેક્ટર્સ અને ટેક હેડની ભાગીદારીનું પણ સાક્ષી બનશે. આ એક્સ્પો સહભાગીઓને ફ્યુચર કસ્ટમર્સ અને પાર્ટનર્સ શોધવા, મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવવા અને તેમના સાહસોને શીખવા, વૃદ્ધિ કરવા અને સ્કેલ કરવા અર્થપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયાઓમાં જોડાવવાની તક પૂરી પાડશે.

IT એક્સપર્ટ્સ અને લીડર્સ દ્વારા સફળતાની સફરનું વર્ણન: આ એક્સ્પોમાં 100થી વધુ બૂથ, 20થી વઘારે જાણીતા સ્પીકર્સ અને 50થી વધારે પાર્ટનર્સ અને સ્પોન્સર્સ હશે. સહભાગીઓને IT એક્સપર્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના લીડર્સ દ્વારા શેર કરાયેલી આંતરદૃષ્ટિથી લાભ થશે. કારણ કે, તેઓ તેમની સફળતાની સફરનું વર્ણન કરે છે અને સમગ્ર ઉદ્યોગોમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને અપનાવવાની ચર્ચા કરે છે.

ગુજરાતનો સૌથી મોટો ટેક એક્સ્પો: એલ્સનર ટેક્નોલોજીસના ડાયરેક્ટર હર્ષલ શાહે જણાવ્યું હતું કે, “ટેક એક્સ્પો ગુજરાત ગુજરાતમાં આ પ્રકારનો સૌથી મોટો ટેક એક્સ્પો હશે અને ટેકનોલોજીની રીતે અદ્યતન ગુજરાતમાં યોગદાન આપશે. તે ગ્રાઉન્ડબ્રેકિંગ કોલાબ્રેશનને સરળ બનાવશે અને સહભાગીઓને ઇન્ડસ્ટ્રી લીડર સાથે જોડાવા, નોલેજ શેર કરવા અને ઇનોવેશન માટેની અનન્ય તક પૂરી પાડશે. જે એક અનોખું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે જ્યાં કંપનીઓ તેમના લેટેસ્ટ ટેક પ્રોડક્ટ્સ અને ઓફરિંગને લાર્જ ટાર્ગેટ ઓડિયન્સને પ્રદર્શિત કરી શકે છે. સહભાગીઓ અને ભાગીદારો તરફથી ટેક એક્સ્પોનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો છે.”

ટેક એક્સ્પોમાં ગુજરાતનું ટાર્ગેટ ઓડિયન્સ: ટેક એક્સ્પો ગુજરાતના ટાર્ગેટ ઓડિયન્સમાં શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંભાળ પ્રદાતાઓ, સરકારી સંસ્થાઓ, રિટેલર્સ, ઉત્પાદકો, સ્ટાર્ટઅપ્સ, એફએમસીજી કંપનીઓ, ફાર્મા ઉત્પાદકો, ટેક્સટાઇલ કંપનીઓ, ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર, સિરામિક કંપનીઓ, બેંકિંગ અને વીમા ક્ષેત્ર, પ્રવાસ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો, ઓટોમોબાઈલ કંપનીઓ, રાસાયણિક ઉદ્યોગો અને ઘણું બધું છે. ટેક એક્સ્પો ગુજરાત માટે સપોર્ટિંગ પાર્ટનર્સમાં નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એસોચેમનો સમાવેશ થાય છે. ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ઉપરાંત, એક્સ્પો તેમની વિઝિબિલિટી અને પહોંચને વધારવા માંગતા ઓર્ગેનાઇઝેશન માટે વિવિધ પ્રકારની સ્પોન્સરશિપ અને બ્રાન્ડિંગ તકો પણ પ્રદાન કરશે.

  1. સુરતમાં બિલ્ડિંગ ધરાશાઈ થવાનો મામલો, કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર - A case of building collapse
  2. લાખોની લીંબોળી, બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબોળી બની આવકનો સ્ત્રોત, જાણો કેવી રીતે ? - Banaskantha became the hub of lemon

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.