અમદાવાદ : દેશભરમાં ચોમાસાની ઋતુ સમાપ્ત થવાના આરે છે. સામાન્ય રીતે જૂન-જુલાઇથી શરૂ થતી ચોમાસાની ઋતુ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થાય છે. જોકે હાલ સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થઈ ગયો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈને મધ્ય સુધી પહોંચવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન વરસાદની સંભાવના નહિવત હોવી જોઈએ, પરંતુ મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે.
19 ઓક્ટોબર માટે હવામાન વિભાગની આગાહી: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 ઓક્ટોબર એટલે કે આજ રોજ ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાત પ્રદેશ એટલે કે પંચમહાલ અને દાહોદ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 25 ટકા કે તેથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.
20 ઓક્ટોબર માટે હવામાન વિભાગની આગાહી: 20 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી વાળા જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે અહીં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ એટલે કે 25 ટકા કે તેથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. આ જિલ્લાઓ ઉત્તર ગુજરાત પ્રદેશ એટલે કે પંચમહાલ અને દાહોદ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.
21 ઓક્ટોબર માટે હવામાન વિભાગની આગાહી: 21 ઓક્ટોબરના સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં તેમજ દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં 25 ટકા કે તેથી ઓછા વરસાદની સંભાવના છે.
જોકે આ બે-ત્રણ દિવસ પછી વરસાદની સંભાવના ફરી ઘટી રહી છે. જ્યારે 22, 23, 24 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અંશતઃ વરસાદ થશે. જે અંતર્ગત અમુક બે કે ત્રણ જિલ્લાઓ છોડીને સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત રહેશે.
સતત બદલાતા વાતાવરણને કારણે હવામાનનું અનુમાન: અહીં મહત્વની બાબત એ છે કે, હવામાન વિભાગના ડેટા અનુસાર 5 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરના વચ્ચે વરસાદી ઋતુ રાજ્યમાંથી સંપૂર્ણ રીતે વિદાય લેશે તેમ જણાવવામાં આવ્યું છે. પરંતુ જોકે 18 ઓક્ટોબર બાદ પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. પરિણામે સતત બદલાતા વાતાવરણને કારણે હવામાનનું અનુમાન લગાવવું મુશ્કિલ બની રહે છે.
આ પણ વાંચો: