હૈદરાબાદ: દેશમાં ગુજરાત રાજ્ય ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. રાજ્યના ચાર થી પાંચ જેટલા શહેરો છે જે ઔદ્યોગિક રીતે ખૂબ ઝડપથી આગળ વધી રહયા છે. આ શહેરોમાં વિવિધ પ્રકારના ધંધાઓ તેમજ ઇન્ડસ્ટ્રી વિકસીત થઈ રહી છે. આ દરમિયાન ઔદ્યોગિક વિકાસના પરિણામે શહેરની હવામાં મોટો ફેરફાર જોવા મળી રહયો છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ એટલે કે 26 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલા આ ડેટા અનુસાર અમદાવાદમાં હવાની ગુણવત્તા ખૂબ વધારે ખરાબ છે.
ભારતના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MEFCC) અંતર્ગત આવતા સેન્ટ્રલ પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા રાજ્યના ઔદ્યોગિક શહેરોના હવાની ગુણવત્તા માટેના ડેટા બહાર પાડવામાં આવ્યા છે. જેને નેશનલ એર ક્વાલિટી ઇંડેક્સ (NAQI)માં આવરી લેવામાં આવે છે.
અમદાવાદની હવાની ગુણવત્તા લથડી: NAQIના ડેટા અનુસાર અમદાવાદના વિસ્તારોની હવાની ગુણવત્તા (AQI) 250 ના આસપાસ છે જે દર્શાવે છે કે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે. NAQI અનુસાર જો કોઈ શહેરનો AQI, 201-300ના વચ્ચે આવે તો તે હવાની ગુણવત્તા ખરાબ છે તેમ ગણવામાં આવે છે. આમ અહીં અમદાવાદનું AQI 250ની આસપાસ આવતા આ ખરાબ હવાનું સંકેત છે. જેના પરિણામે આ વિસ્તારમાં બહારની હવામાં વધુ સમય રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે.
આ ડેટામાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વાપી, અંકલેશ્વર, વટવા અને નંદેસરી જેવા ઔદ્યોગિક શહેરો માટે ડેટા બહાર પાડવામાં આવ્યા છે.
કયા કેટલું છે પ્રદૂષણ: આ ડેટા અનુસાર અંકલેશ્વરનું AQI-108 આવ્યું છે, ગાંધીનગર ગિફ્ટ સિટીનું AQI- 222 આવ્યું છે, નંદેસરીનું AQI- 141 આવ્યું છે, સુરતનું AQI- 281 આવ્યું છે. વાપીનું AQI- 114 આવ્યું છે, વટવાનું AQI- 152 આવ્યું છે. આ તમામમાં સુરતનું AQI સૌથી વધુ છે .જેના પરિણામે આ વિસ્તારમાં બહારની હવામાં વધુ સમય રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે.
વધુ વિગત CPCBની નીચે દર્શાવેલ લિન્ક પરથી મેળવી શકો છો:
નોંધ: સમગ્ર માહિતી નેશનલ એર ક્વાલિટી ઇંડેક્સમાંથી (NAQI) લેવામાં આવી છે.
આ પણ વાંચો: