અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની તથા લોકરકક્ષક કેડરની 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જોકે ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટી ક્યારે લેવાશે તેને લઈને લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા. ભરતીની શારીરિક કસોટીને લઈને હવે જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, આગામી જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતીની શારીરિક કસોટી યોજાશે. આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે.
પોલીસ ભરતીની શારીરિક કસોટી બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ X ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ પરની માહિતીને પોતાની પોસ્ટમાં મૂકી છે. તેમણે લખ્યું, GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે.
📌GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. pic.twitter.com/hcSfVMdnCw
— Yuvrajsinh Jadeja (@YAJadeja) December 17, 2024
કઈ પોસ્ટની કેટલી જગ્યા પર ભરતી?
બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની 1000 જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની 1013 જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની 85 જગ્યાઓ મળીને કુલ 12,472 જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
આ પણ વાંચો: