ગાંધીનગરઃ રાજ્યમાં 34 તાલુકામાં 1000 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 43 તાલુકામાં 500થી 1000 એમએમ, 93 તાલુકામાં 250થી 500 એમએમ, 76 તાલુકામાં 100થી 126 mm, 7 તાલુકામાં 51થી 125 એમએમ વરસાદ પડ્યો છે.
પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદઃ પ્રાંતિજમાં આજે સવારે 8થી 10માં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ખેડાના નડિયાદ તાલુકામાં 4 ઈંચ, વસો, દાહોદ, સંતરામપુર તાલુકામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં 4 ઈંચ, વસો તાલુકામાં 3 ઈંચ, દાહોદ તાલુકામાં 3 ઈંચ, જ્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૩ ઈંચ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરઃ ગાંધીનગરના રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અહેવાલ મુજબ મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ 7 તાલુકાઓમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ 10 તાલુકાઓમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 25 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આજે તલોદ, હિંમતનગર, મેઘરજ તાલુકામાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા, મહેસાણા, ખાનપુર, જોટાણા મળીને કુલ 4 તાલુકામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યમાં 55 ટકાથી વધુ વરસાદઃ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૭ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 206 જળાશયોની સ્થિતિઃ સરદાર સરોવર ડેમ હાલ 53.37 ટકા જેટલો ભરાયો છે. રાજ્યમાં 206 જળાશયોમાં કુલ 47.19% પાણી ભરાઈ ગયું છે. 45 ડેમ 100% ભરાઈ ગયા છે. જ્યારે 30 ડેમ 70% થી વધુ, 28 ડેમ 50% થી વધુ, 36 ડેમ 25% થી વધુ અને 67 ડેમ 25% થી ઓછા ભરાયા છે.
16,028 લોકોનું સ્થળાંતરઃ વરસાદને કારણે રાજ્યમાં આ સીઝનમાં 16,028 લોકોને સ્થળાંતરિત કરાયા છે. સુરત જિલ્લામાંથી 3707, નવસારીમાં 4,083, વડોદરામાં 2241, પોરબંદરમાં 1567, જુનાગઢમાં 1364, ભરૂચમાં 1017, તાપીમાં 918, આણંદમાં 604, દેવભૂમિ દ્વારકામાં 304, વલસાડમાં 150, પંચમહાલમાં 56 અને નર્મદામાં 17 લોકોનું સ્થળાંતર થયું છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન કુલ 1639 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ભરૂચમાં 11, પોરબંદરમાં 121, દેવભૂમિ દ્વારકામાં 59, કચ્છમાં સાત, જામનગરમાં 151, આણંદમાં 540, વડોદરામાં 262, સુરતમાં 353, નવસારીમાં 29, તાપીમાં 106 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ગુજરાતમાં માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે.