ETV Bharat / state

આજે મળો એવા શ્વાનને જેણે 11,000 KMની પદયાત્રાની સાથે 03 ધામ અને 10 જ્યોતિર્લિંગના કર્યા છે દર્શન

ઉત્તર પ્રદેશથી સોમનાથ પહોંચશે...

11,000 KMની પદયાત્રા
11,000 KMની પદયાત્રા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

જુનાગઢ: યતી ગૌડ નામનો યુવાન ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરથી 11 નવેમ્બર 2022 થી 15 હજાર કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યો છે. તેની સાથે તેમનું પાલતુ શ્વાન બટર પણ સાથે કદમ મિલાવીને પદયાત્રા કરી રહ્યું છે બટર નામનું માદા શ્વાન. 11 હજાર કિલોમીટર આસપાસની પદયાત્રાની સાથે ત્રણ ધામ અને દસ જ્યોતિર્લિંગની યાત્રા કરનાર આ કદાચ પ્રથમ શ્વાન હશે. ગૌતમ બુદ્ધ નગરનો યતી ગોડ જુનાગઢ આવી પહોંચ્યો છે. જેમણે તેમની પદયાત્રાની સાથે તેમના શ્વાન બટરને લઈને પણ રસપ્રદ વાતો કરી છે જે આજના જમાનામાં ખૂબ જ અચરજ પમાડે તેવી છે.

11,000 KMની પદયાત્રા (Etv Bharat Gujarat)

11000 કિલોમીટરની પદયાત્રા કરી શહેરી શ્વાને

ઉત્તર પ્રદેશનો યુવાન યતિ ગૌડ 01 નવેમ્બર 2022 થી પોતાના નિર્ધારિત કરેલા 15000 કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યો છે. ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની યાત્રા પૂર્ણ કરીને યતી તેના પાલતુ માદા શ્વાન બટર સાથે જુનાગઢ આવી પહોંચ્યો છે. જે રીતે વિશેષ યતી ગૌડ બની રહ્યો છે બિલકુલ તેજ રીતે તેની સાથે અને તેના સફરની હમસફર પાલતુ માદા શ્વાન બટર પણ બની રહી છે. 11000 કિલોમીટરની આસપાસની પદયાત્રા કોઈ વ્યક્તિ કરી શકે તે તો કઠીન વાત છે જ, પરંતુ એક પાલતું શ્વાન આ પ્રકારે પદયાત્રા મારફતે ખૂબ લાંબી સફર પૂર્ણ કરે તે વાત પણ અચરજ પમાડે તેવી છે. યતિની સાથે તેનું પાલતું શ્વાન બટર 10 જ્યોતિર્લિંગ અને ત્રણ ધામની યાત્રા પૂર્ણ કરીને અહીંથી તે સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગની સાથે દ્વારકાધીશના દર્શન કરીને બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરશે.

11,000 KMની પદયાત્રામાં સાથી શ્વાન
11,000 KMની પદયાત્રામાં સાથી શ્વાન (Etv Bharat Gujarat)

ભારતની વિવિધતા અને પોતાને ઓળખવા માટે કરી પદયાત્રા

યતી ગૌડ ભારતની વિવિધતાને જાણવા અને તેને એકદમ નજીકથી ઓળખવા માટે આ પદયાત્રા કરી રહ્યો છે. તે સ્વયં એવું માને છે કે, અનેક ભાષાઓ પ્રાંત ભોજન લોકો સંસ્કૃતિ પરંપરા અને ધર્મમાં જોવા મળતી વિવિધતા અને સાંસ્કૃતિક પરંપરાને જાણીને તે સ્વયં પોતે પોતાની જાતને ઓળખવા માટે આટલી લાંબી પદયાત્રા પર નીકળ્યો છે. પરિવારમાં તેના માતા પિતા, ભાઈ, બહેન તમામ નોઈડા ખાતે રહે છે. પરિવારની કોઈ જવાબદારી ન હોવાને કારણે તે પદયાત્રા પર નીકળ્યો છે. આ સમય દરમિયાન તેમણે ઓનલાઇન કામ પણ મેળવી લીધું છે. જેના થકી તે કોઈ પણ સ્થળ પરથી ઓનલાઇન કામ કરીને આર્થિક ઉપાર્જન કરવાની સાથે તેમના ધ્યેયને આગળ ધપાવવામાં સતત મહેનત કરી રહ્યો છે.

11,000 KMની પદયાત્રા
11,000 KMની પદયાત્રા (Etv Bharat Gujarat)

02 વર્ષ 11 મહિનામાં કાપ્યું આટલું અંતર

યતી ગૌડ અને તેની પાલતુ માદા શ્વાન બટરે અત્યાર સુધીમાં અંદાજિત 11.05 હજાર કિલોમીટરનું અંતર પગપાળા પૂર્ણ કર્યું છે. જેમાં બંનેને બે વર્ષ 11 મહિના થયા છે. યતી સાથે રહેલું તેમનું માદા શ્વાન બટર ભારત મૂળનું સ્ટ્રીટ ડોગ એટલે કે ઘરની આસપાસ રખડતા જોવા મળતું શ્વાન છે. આ પ્રકારે કોઈ દેશી મૂળનું શ્વાન આટલી લાંબી પદયાત્રા પૂર્ણ કરી હોય તેવો પણ કદાચ પ્રથમ કિસ્સો હશે. જે શ્વાનના તબીબો માટે પણ એક અચરજ પમાડતા કિસ્સા તરીકે પણ જોવામાં આવ્યો છે.

ધાર્મિકતા માટે નથી પદયાત્રા

યતી ગૌડનું કહેવું છે કે આ કોઈ ધર્મ સાથે જોડાયેલી પરંપરાગત કે ધાર્મિક યાત્રાએ નથી પરંતુ તેની પદયાત્રામાં આવતા તમામ ધાર્મિક સ્થાનોની તે ખુદ અને તેના શ્વાન મુલાકાત અને દર્શન કરી રહ્યો છે. યતી ગૌડ પોતાને સનાતની ધર્મનો સ્વયંસેવક માને છે. જેને કારણે તે સનાતન ધર્મના દેવી-દેવતાઓના સ્થાનકો પર જઈને તેમની યાત્રા દરમિયાન તે પૂજા અને દર્શન પણ કરે છે. પોતાની જાતને અંદરથી જાણવા માટે તે પદયાત્રા પર નીકળ્યો છે. વધુમાં ભારતની સભ્યતાને જાણવાની તેની એક વર્ષો પુરાણી ઈચ્છા હતી. જે આ પદયાત્રા દરમિયાન પૂર્ણ થઈ શકે છે તેવું તેનું માનવું છે. ભારત જેવા વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં અનેક લોકો ભાષા, ખોરાક, દેવી-દેવતા, ધર્મ અને તેની પરંપરા લોક સંસ્કૃતિ સહિત અનેક એવી બાજુઓ આજે પણ છે જેને પ્રત્યેક વ્યક્તિ અનુભવી શક્તા નથી. ભારતની આ વિવિધતાને સ્વયં જાત અનુભવથી અનુભવી શકાય અને સંપૂર્ણ ભારતને જાણી શકાય તેવી ધારણા સાથે તે યાત્રા પર નીકળ્યો છે.

'ભારતના ઇતિહાસને ભુલાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ'

યતી ગૌડ એવું માને છે કે, ભારતના ઇતિહાસને ભુલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેને ફરીથી એક સૂત્રમાં કઈ રીતે બાંધી શકાય તેનો અનુભવ વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય, પરંપરા, સંસ્કૃતિ, ખાનપાનનો જો વ્યક્તિગત અનુભવ થાય તો ભારતના ઇતિહાસને એક સૂત્રતામાં બાંધવા માટે એક મજબૂત વિચારધારા મળી શકે છે. ભારત 56 ભોગ ધરાવતા એક થાળી સમાન દેશ છે. જેમાં અનેકતામાં એકતાનું દર્શન થાય છે. આ એકતાને જાણવા માટે તે પદયાત્રા પર નીકળ્યો છે. વધુમાં તે માને છે કે આધુનિક સમયમાં લોકો શારીરિક શ્રમથી દૂર થઈ રહ્યા છે. વાહન વ્યવહાર વધતા પોલ્યુશન અને બીમારી વધી છે. તે સ્વયં પાછલા બે વર્ષથી કોઈ પણ વાહનનો ઉપયોગ કર્યો નથી. જેથી તેણે પ્રમાણમાં પ્રદુષણ ઘટાડવામાં અને બીમારી ઓછી ફેલાય તે માટે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પરિશ્રમ કરી રહ્યો છે. જેમાં તેનું માદા શ્વાન તેને ખૂબ જ સહકાર આપી રહ્યું છે.

દેશી શ્વાન બટરની પણ રસપ્રદ કહાની

યતી ગૌડ પાસે જે માદા દેશી શ્વાન છે તે તેની પદયાત્રામાં સામેલ છે. તે આજથી ત્રણ વર્ષ પૂર્વે રાજસ્થાનના માર્ગો પરથી નાના બચ્ચાના રૂપમાં મળી આવ્યું હતું. યતિ રાજસ્થાનથી શ્વાનના બચ્ચાને લાવીને તેના ઘરે રાખ્યું મોટું કર્યું અને શહેરી શ્વાનોની વચ્ચે તેનો ઉછેર થયો. આજે તે લગભગ ચારેક વર્ષની આસપાસનું આયુષ્ય ધરાવે છે. પદયાત્રા દરમિયાન તેમની ખાસ દેખભાળ પણ રાખે છે. આ પદયાત્રા દરમિયાન શ્વાનને સામાન્ય બીમારી અથવા તો કોઈ ઘા લાગી જાય તેની તે સ્વયં કાળજી અને દેખભાળ કરવાની સાથે શ્વાનોના તબીબો સાથે ઓનલાઇન કન્સલ્ટ કરીને કેટલીક દવાઓ પણ સાથે લઈને પદયાત્રા કરી રહ્યો છે. શ્વાનને ગરમી ન લાગે તે માટે ઓઆરએસ પ્રવાહી પણ તેને આપી રહ્યો છે. સાથે સાથે દહીં, છાશ, ભાત, રોટલી, દૂધ આ પ્રકારનો ખોરાક શ્વાનને પાછલા બે વર્ષની પદયાત્રા દરમિયાન આપી રહ્યો છે.

શ્વાનોના તબિબ પર અવાચક

યતી ગૌડ સાથે 11 હજાર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી ચૂકેલા દેશી પ્રજાતિના માદા શ્વાન બટરને લઈને જૂનાગઢના શ્વાનના તબિબ ડૉ. મિથુન ખાટરીયા ખૂબ જ અચરજ સાથે શ્વાનની પદયાત્રાને બિરદાવી રહ્યા છે. તેમના ડોક્ટર બનવાથી લઈને અત્યાર સુધીમાં આ પ્રકારની ઘટના તેમના સ્મરણમાં આવી નથી. તેમનું કહેવું છે કે, એક શ્વાન 12,000 km જેટલી પદયાત્રા કરી શકે તે જાણીને તે સ્વયં આશ્ચર્યચકિત છે. સામાન્ય રીતે શ્વાનોના વજનને અનુસરીને પ્રત્યેક શ્વાન દિવસના એક કે દોઢ કિલોમીટર ચાલી શકે છે પરંતુ બટર દિવસના 15 કિલોમીટર ચાલે છે. તે ખૂબ જ આશ્ચર્યજનક માનવામાં આવે છે. શ્વાનની વિદેશી કુળના અફઘાનિસ્તાનના કેટલાક શ્વાનો ખાસ ચાલવાની ટેવ ધરાવતા શ્વાન છે. જેથી તે લાંબુ અંતર ચાલી શકે છે, પરંતુ ભારતના શ્વાનો આ પ્રકારે દિવસમાં 10 થી 15 કિલોમીટર ચાલી શકે તે પ્રકારની કોઈ વર્તણૂક સામે આવી નથી.

પદયાત્રા દરમિયાન રાખવી પડે છે કાળજી

શ્વાન જે રીતે પદયાત્રા કરી રહ્યું છે. તેને લઈને તેના માલિકે વિશેષ કાળજી રાખવી પડે છે. દેશી શ્વાનોને મોટેભાગે પરસેવો વળતો નથી. પરસેવાની ગ્રંથિ તેના પંજાના માસલ ભાગમાં હોય છે. જેથી તે ભીનો થવાથી અને સતત ચાલવાને કારણે તેમાં ઈજા થવાની શક્યતા વધી જાય છે. જેની વિશેષ કાળજી રાખવી પડે આ સિવાય ગરમીના દિવસોમાં હીટ સ્ટ્રોકને કારણે શ્વાનનું મોત થવાની પણ શક્યતા આટલી જ પ્રબળ હોય છે પરંતુ અંદાજિત 11,000 km ની પદયાત્રા પૂર્ણ કરી ચૂકેલું માદા શ્વાન બટર આજે એકદમ તંદુરસ્ત જોવા મળે છે. તેના શરીરના તમામ આંતરિક અંગોની સાથે તે એકદમ તંદુરસ્ત છે. જે નિર્ધારિત 15 હજાર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી શકે તેવી સ્વસ્થતા આજના દિવસે ધરાવે છે.

  1. અમરેલીના આ ખેડૂતે કરી તાઇવાન જામફળની સફળ ખેતી, કહે છે આ ખેતી બીજા કરતા ક્યાંય ફાયદાકારક
  2. સુરત: અચાનક દીપડાએ આંખો પર કર્યો હુમલો, ત્રણ દીપડાને સાથે જોઈ યુવાને આવી રીતે જીવ બચાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.