ETV Bharat / state

બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય - COCHLEAR IMPLANT PROCESSOR - COCHLEAR IMPLANT PROCESSOR

સરકાર તરફથી કરાયેલા કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરીના પ્રોસેસર એકવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. અગાઉ તેમાં કુલ ખર્ચનો 10 ટકા ફાળો લેવામાં આવતો હતો જેને પણ હવે હટાવીને સંપૂર્ણ પણે ફ્રી કરી દેવાયું છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રીએ શું કહ્યું આવો જોઈએ....

કોકલિયર ઈમ્પ્લાન્ટ પ્રોસેસર અંગે જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી
કોકલિયર ઈમ્પ્લાન્ટ પ્રોસેસર અંગે જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 10:02 PM IST

કોકલિયર ઈમ્પ્લાન્ટ પ્રોસેસર અંગે જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી (Etv Bharat Gujarat)

ગાંધીનગર: સરકાર તરફથી કરાયેલા કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરીના પ્રોસેસર એકવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવામાં આવતો હતો જે હવે વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ વર્ષે પ્રારંભિક તબક્કે ૭૦૦ જેટલા બાળકોને અંદાજીત રૂ. ૩૫ કરોડના ખર્ચે આ પ્રોસસર બદલી આપવામાં આવશે.

સરકારે જાહેરાત કરી કેઃ ગુજરાત વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિયમ-૪૪ મુજબ આરોગ્ય વિષયક મહત્વની જાહેરાત કરી હતી. જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય જેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

અગાઉ જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસસર બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના ૯૦ ટકા અને વાલી દ્વારા ૧૦ ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ રાજ્ય સરકારે બાળકો પ્રત્યે સંવેદના દાખવીને સંપૂર્ણપણે આ પ્રોસેસર બદલવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, જેથી હવે બાળકોના માતા-પિતાને એક પણ રૂપિયાના ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. રાજ્યમાં હાલ રાજ્યમાં ૧૩૬૫ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે Identify કરાયા છે.

બાળકોને નવીન પ્રોસેસરનો મળશે લાભઃ જે પૈકી ચાલુ વર્ષે ૭૦૦ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્ષ્ટર્નલ પ્રોસેસર બદલવાની તાકીદે જરૂરિયાત જણાઇ આવી છે. જેમાં એસેસમેન્ટ, ફીટીંગ અને મેપીંગ કેપેસીટીનો સમાવેશ થાય છે. એક બાળકદીઠ અંદાજીત રૂ. ૫ લાખનો ખર્ચ થશે. આમ અંદાજીત રૂ. ૩૫ કરોડના ખર્ચે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ મળશે.

છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યના ૩૧૬૩ જેટલા બાળકોની રૂ. ૨૨૧ કરોડના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સર્જરી કરાય છે જેનો અંદાજીત ખર્ચ રૂ. ૭ લાખ છે.

બાળકોની શ્રવણ શક્તિ ટકાવવા નિર્ણયઃ આ ઇમ્પ્લાન્ટમાં વપરાતા પ્રોસેસર સમય જતા, ટેકનોલોજી એડવાન્સ થતા, અપગ્રેડ થતા, ટેકનોલોજી અપડેટ થતા કેટલાક કિસ્સામાં બદલવાની જરૂર રહે છે . વધુમાં કેટલાક કિસ્સામાં ખોવાઇ જાય, તૂટી જાવાના કારણે પણ બાળક પોતાની શ્રવણ શક્તિ ફરી ગુમાવી ન બેસે તે માટે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે.

એક વખત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ બાળકને ૧૦૦ સ્પીચ થેરાપીના સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે. સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રિફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ બાળ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ ,એસ.ટી. ના ભાવ મુજબ આપવામાં આવે છે.

  1. ભાવનગરનું મીની તાજમહેલ 'ગંગાદેરી'ના તંત્રની બેદરકારીના લીધે હાલ બેહાલ - The plight of old architecture
  2. અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલું 35000 કરોડનું ડ્રગ્સ ક્યાં ગયું?, ગૃહમંત્રી પણ અજાણ - Gujarat Assembly Monsson session

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.