ETV Bharat / state

આખરે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા જુનાગઢ પોલીસની પકડમાં, જૂનાગઢના યુવકનું અપહરણ અને હુમલાનો આરોપ - kidnapping and assaulting case - KIDNAPPING AND ASSAULTING CASE

ગત 31 મેના વહેલી સવારે જુનાગઢના ચંદુ સોલંકી નામના યુવાન પર અપહરણ અને હુમલો કરવાના કિસ્સામાં મુખ્ય આરોપી એવા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જુનાગઢ પોલીસે અટકાયત કરી છે, ગોંડલ તરફથી જુનાગઢ પોલીસે આરોપીને પકડી લીધો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ગણેશ જાડેજા જુનાગઢ પોલીસની પકડમાં
ગણેશ જાડેજા જુનાગઢ પોલીસની પકડમાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 7:05 AM IST

ગણેશ જાડેજા જુનાગઢ પોલીસની પકડમાં (Etv Bharat Gujarat)

જુનાગઢ: ગત 31 મેની મધ્યરાત્રીએ દાતાર રોડ પર રહેતા જૂનાગઢના ચંદુ સોલંકી નામના યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના અન્ય સાગરીતો દ્વારા સામાન્ય બાબતે બોલાચાલી અને મારપીટ થયા બાદ તેનું અપરણ કરીને ઢોર માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ગોંડલના ધારાસભ્યનો પુત્ર સહિત 10 સામે ફરિયાદ: આ મામલે મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા અને અન્ય 8 થી 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં ગઈકાલ રાત્રે (બુધવારે) જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી હતી.

અગાઉ ત્રણ શખ્સોની થઈ ધરપકડ: આ અગાઉ જુનાગઢ પોલીસે જસદણ વિસ્તારના ત્રણ આરોપીની અટકાયત કરી હતી. આ ત્રણેય આરોપીઓ 31 મેના દિવસે ચંદુ સોલંકીનું અપહરણ અને તેને રાત્રિના સમયે ખેતર વિસ્તારમાં ગોંધી રાખીને મૂઢ માર મારવાના આરોપી તરીકે પકડાયા છે.

મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત: બુધવારે પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી છે, સંભવત પોલીસ આજે (6મે 2024) ગણેશ જાડેજાને જુનાગઢ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગે તેવી પણ શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.