ગાધીનગર: રાજ્યના નાગરિકોને જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓને શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, પ્રાપ્ત માહિતી અનુસાર કમિશનરેટ કચેરી દ્વારા તારીખ 14 જૂન 2022 ના રોજ ખેડા જિલ્લાના ગોબલજળમાં રૂટીન તપાસ દરમિયાન લેબલિંગની મિસ્ટેકવાળા ઈમ્પોર્ટેડ ફ્રોઝન ઓરેન્જ પલ્પનું બીડજમાં આવેલા ગોલ્ડમેન લોજિસ્ટિક કંપનીમાં સ્ટોરેજ કરવામાં આવ્યું હતું.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખેડાની ટીમને સાથે રાખીને હિન્દુસ્તાન કોકોકોલા બેવ્રેજીસ કંપનીના નોમીની અભિષેક પ્રેમ પ્રકાશ અગ્રવાલની હાજરીમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલને ભુજના ફૂડ એનાલિસ્ટને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને મિસ બ્રાન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. આઠ હજાર કીગ્રાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 11 લાખ થાય છે. આ બાબતે એક નોમીની અને કંપનીના ચાર સહિત કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પાંચ ઇસમોને કાયદાની મહત્તમ જોગવાઈ અનુસાર ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પેઢી પર ભૂતકાળમાં ડિસેમ્બર 2021 માં પણ કુલ આઠ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન કોકાકોલા બેવ્રેજીસ લિમિટેડ દ્વારા આ માલનીઆયાત કરવામાં આવી હતી. જેમાં ફ્રોઝન ઓરેન્જ પલ્પના 20 કિલોગ્રામ લેખે 400 બોક્સ હતા. રૂપિયા 11,00,000 કિંમતનો ઓરેન્જ પલ્પનો જથ્થો પણ નાશ કરવામાં આવશે.