જૂનાગઢ: વેદમાતા તરીકે પૂજાતા ગીતા માતાની આજે જયંતી છે. જુનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલું અને 300 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક ગીતામંદિર આજે જીર્ણતા અનુભવી રહ્યું છે. પ્રાચીનકાળથી અહીં ગીતા માતાની પ્રતિમા સ્થાપિત છે, પરંતુ કાળક્રમે અહીં કોઈપણ પ્રકારનું સમારકામ નહીં થતાં 300 વર્ષ જૂનો વેદવાતા મંદિરનો ઇતિહાસ જીર્ણ થઈ રહ્યો છે, જેને બચાવવા માટે મંદિરના પૂજારી માંગ કરી રહ્યા છે.
જૂનાગઢમાં આવેલું 300 વર્ષ પુરાણું ગીતામંદિર: જૂનાગઢમાં આજથી 300 વર્ષ પૂર્વે બનેલું વેદ માતા ગીતા માતાનું મંદિર આજે જીર્ણતા અનુભવી રહ્યું છે. આજથી 300 વર્ષ પૂર્વે સુખાનંદ અખાડા દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હોવાની વિગતો મંદિરના પૂજારી આપી રહ્યા છે.
જૂનાગઢમાં એક માત્ર ગીતામંદિર આવેલું છે, જેને કારણે વેદમાતાનું અસ્તિત્વ સમગ્ર જૂનાગઢ રાજ્યમાં સ્થાપિત હતુ. પરંતુ ધીમે ધીમે સમયની કારમી થપાટો સામે મંદિર જીર્ણાતા તરફ આગળ વધી રહ્યું છે. જેનું સમારકામ કરવાની માંગ મંદિરના પૂજારી હસમુખભાઈ પૂજારી કરી રહ્યા છે.
શરૂઆતના પાંચ વર્ષો મુસ્લિમ લોકોએ મંદિરની કરી દેખભાળ: આજથી 300 વર્ષ પૂર્વે જ્યારે મંદિરનું પ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તારમાં રહેતા મુસ્લિમ સદગૃહસ્થો દ્વારા મંદિરની દેખભાળ અને સેવા પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ આ મંદિર સુખાનંદ અખાડાને આપવામાં આવ્યુ હતું. તે પછી સુખાનંદ અખાડાના સાધુ રામાનંદી બાપુએ 17 જાન્યુઆરી 1950ના દિવસે પ્રથમ વખત મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, જેને પણ આજે 74 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે.
મંદિરના પૂજારી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને દર્શનાર્થીઓ વૈદમાતા ગીતામાતાના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા થાય તેવી અગાઉ ચાર વખત માંગ રાજ્યની સરકાર સમક્ષ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી વૈદ માતાનો દરજ્જો ધરાવતા ગીતામાતા મંદિરનો જીર્ણોદ્ધાર થયો નથી તેનું દુઃખ મંદિરના પૂજારી વ્યક્ત કરી રહ્યા છે.
સુખાનંદી અખાડાના નામ પરથી સુખનાથ ચોક: જૂનાગઢના સુખનાથ ચોકમાં જે જગ્યા પર ગીતામંદિર છે. તેને સુખાનંદ અખાડા દ્વારા આજથી ત્રણસો વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં આવી છે. તે મુજબ આ વિસ્તારનું નામ સુખાનંદ અખાડા પરથી સુખનાથ ચોક રાખવામાં આવ્યું છે. અહીં મોટાભાગની વસ્તી લઘુમતી સમાજની છે આજે પણ લઘુમતી સમાજના લોકો પ્રસંગોપાત મંદિરની દેખભાળ પણ કરી રહ્યા છે.
મંદિરના પૂજારી હસમુખભાઈ પંડ્યા પોતે કર્મકાંડ કરીને તેમાંથી થતી આવક મંદિરમાં ખર્ચીને પાછલા 20 વર્ષથી મંદિરને જીર્ણ થતું બચાવવા માટે કામ કરી રહ્યા છે. મંદિર નુકસાન સ્થળ અને તેની ઉપસ્થિતિ એકદમ જીર્ણતા વાળી બની ગઈ છે જેને કારણે અહીં કોઈ દર્શનાર્થી પણ એકદમ સરળતાથી કે મંદિરનો ઇતિહાસ જાણવા માટે પહોંચી શકતા નથી. જેનું પણ મંદિરના પૂજારી હસમુખભાઈ પંડ્યા એ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો: