સુરત: માંગરોળ તાલુકાના પીપોદરા GIDC માંથી સુરત જિલ્લા SOGએ બાતમીના આઘારે બંસરી ટેક્સટાઇલમા આવેલ મહાદેવ કોમ્પલેક્ષમાં માતેશ્વરી ગેસ નામની દુકાનમાં રેડ કરી હતી. પોલીસે અહીંથી ગેરકાયદે ગેસ રિફિલિગ કરી આપતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસને ભારત ગેસ અને HP ગેસ તેમજ ઇન્ડિયન ગેસ વગેરે કંપનીના કોમર્શિયલ તેમજ ડોમેસ્ટિક ગેસના 19 તેમજ ૧૪ કિલોના બાટલા મળી આવ્યા હતા.

કોણ છે આરોપી: ગેરરીતિ અને ગુનાહિત વેપલો ચલાવતા ઝડપાયેલા આ ઈસમનું નામ મહેન્દ્રભાઈ મોહનલાલ ગુજ્જર છે, પોલીસને તેની પાસેથી કુલ 23 બોટલો ગેસ ટ્રાન્સફર કરવાના પાઈપ તેમજ વજન કાંટો મળીને કુલ 63,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કાર્યવાહી: સુરત ગ્રામ્ય SOG બી.જી ઈશરાણી એ આ અંગે જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ ગેરકાયદે ગેસ રીફલિંગ ન થાય તે માટે અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે ગેસ રીફલિંગનું કૌભાંડ ઝડપી લીધું હતું.પોલીસે આ મામલે એ આરોપીની અટક કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે.