ETV Bharat / state

સશક્ત પ્રયાસો માટે આનંદદાયક ક્ષણ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની FPO એ CII એક્સેલન્સ એવોર્ડ જીત્યો

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની એફપીઓએ પરિવર્તનશીલ પરિણામો માટે સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ જીત્યો છે.

ગુજરાતની FPO એ CII એક્સેલન્સ એવોર્ડ જીત્યો
ગુજરાતની FPO એ CII એક્સેલન્સ એવોર્ડ જીત્યો (RELIANCE FOUNDATION)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

હૈદરાબાદ: ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીએ એક મજબૂત સંગઠન તરીકે પોતાની આગવી ઓળખ મેળવીને પ્રતિષ્ઠિત સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ 2024 જીત્યો હતો. ગુજરાતના પાટણની સમી વિસ્તાર એફપીઓને ‘માર્કેટ લિન્કેજિસ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલા અન્ય એફપીઓ - મહારાષ્ટ્રના નાંદેડની અમૃતાલયમ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીને 'વેલ્યુ એડિશન અને બ્રાન્ડિંગ' કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાંથી વિવિધ એવોર્ડ કેટેગરી માટે 140 અરજદારો હતા અને 12 એફપીઓ વિજેતા બન્યા હતા.

સમી વિસ્તાર FPC: ગુજરાતમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનું આધુનિકીકરણ નાબાર્ડની પીઓડીએફ યોજના હેઠળ બનાસ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા પ્રમોટ કરાયેલી સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની ગુજરાતના પાટણમાં કૃષિ વિકાસ માટે ગતિશીલતાનું ચાલક બળ બની છે. તેના પ્રારંભથી જ એફપીઓએ બજારની પહોંચને મજબૂત કરવામાં અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ગુજરાતની FPO એ CII એક્સેલન્સ એવોર્ડ જીત્યો
ગુજરાતની FPO એ CII એક્સેલન્સ એવોર્ડ જીત્યો (RELIANCE FOUNDATION)

રિલાયન્સ ફાઉન્ડેશને નાણાકીય સંસાધનોની સુલભતા, બજાર જોડાણો ઊભા કરવા અને હવામાન, કિંમતો તથા પાકના સ્વાસ્થ્ય અંગે સમયસર સલાહ માર્ગદર્શન પૂરા પાડીને એફપીસીની કાર્યક્ષમતાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

એફપીઓની વ્યૂહરચના: ખરીદી અને વાજબી ચૂકવણી માટે એકત્રીકરણ, પ્રીમિયમ ઉત્પાદનની ખાતરી કરવા માટે ગુણવત્તા નિયંત્રણ અને ચણાદાળ, એરંડા અને જીરું જેવા પાકોના પ્રોસેસિંગ અને પેકેજિંગ દ્વારા ઉત્પાદનોના મૂલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એફપીઓ ખેડૂતોને આધુનિક તકનીકો અને બજારની આંતરદૃષ્ટિથી સજ્જ કરવા તેમની ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપીને ખરીદદારો અને નિકાસકારો સાથે બજાર જોડાણને મજબૂત બનાવે છે.

એફપીઓના મુખ્ય કાર્યકર્તાઓની ટેકનિકલ અને વ્યવસ્થાપક ક્ષમતાના નિર્માણમાં રિલાયન્સ ફાઉન્ડેશનની તાલીમે એફપીસીને સ્વતંત્ર રીતે કામ કરવા સક્ષમ બનાવવાની સાથે સાથે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર સુધારો કરવાની ક્ષમતા કેળવવા તથા નાના ખેડૂતોને સારી બજાર તકો સાથે જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણીય ટકાઉપણાની ગતિવિધિઓ સાથે જોડી તેમનું સશક્તીકરણ કરવા માટે પણ સક્ષમ બનાવ્યા છે.

વેલ્યુ એડિશન અને માર્કેટ એક્સેસ બહેતર બનાવીને સમી વિસ્તાર એફપીસી ગુજરાતમાં એફપીઓ માટે એક રોલ મોડેલ બની છે, આમ તે સમુદાયની આગેવાની હેઠળના વિકાસ માટે નફાકારકતા વધારતાં સામૂહિક ખેતીની ભૂમિકા ચરિતાર્થ કરે છે.

સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ ખેડૂતોના સશક્તીકરણ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે

એફપીઓના ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે મજબૂત ખેડૂત આગેવાનીવાળા સમૂહો ટકાઉ કૃષિ વિકાસ માટે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકે છે. સમાવિષ્ટ ગ્રામીણ અર્થતંત્ર માટેના યોગ્ય માર્ગદર્શન સાથે સામૂહિક પ્રયાસો કેવી રીતે કૃષિ સમુદાયોને બહેતર બનાવી શકે છે તે માટે આ પુરસ્કાર વિજેતા એફપીઓ પ્રેરણારૂપ છે. સમગ્ર ભારતમાં રિલાયન્સ ફાઉન્ડેશન નાના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આવા સંખ્યાબંધ એફપીઓને સક્ષમ બનાવે છે.

આ પણ વાંચો:

  1. કર્ણાટકમાં માર્ગદર્શી ચિટ ફંડની નવી શાખાનું ઉદ્ઘાટન, તમિલનાડુમાં પણ પ્રારંભ
  2. વર્ષ 2024: મોદીની વાપસી, રાહુલની પકડ મજબૂત, આ વર્ષે ભારતમાં થયેલી મોટી રાજનૈતિક ઘટનાઓની એક ઝલક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.