મહેસાણા : ભૂતપૂર્વ ક્રિકેટર શિશિર આજે મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાંથી જે ક્રિકેટરો મળ્યા છે તે મજબૂત છે. એની સાથે સાથે પોલિટિક્સમાં પણ જે પ્લેયરો મળ્યા છે તે પોલિટિકલ પ્લેયરો પણ મજબૂત છે, એટલે કે ગુજરાતમાંથી દેશને મળેલા પોલિટિકલ બેટ્સમેન ખૂબ મજબૂત છે.
યુવા ક્રિકેટરો માટે ખાસ આયોજન : મહેસાણા નોર્થ ક્લબ ક્રિકેટ એકેડમી દ્વારા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર શિશિર અને અભિનેતા આદિત્ય લાખિયા ઉપસ્થિત રહ્યા હતા. અહીં ભૂતપૂર્વ ક્રિકેટર શિશિરનું નિવેદન હતું કે, ગુજરાતના ક્રિકેટ પ્લેયર પણ મજબૂત અને પોલિટિકલ પ્લેયર પણ મજબૂત છે. પોલિટિકલ ક્ષેત્રે ગુજરાતે મોટા બેટ્સમેન આપ્યા છે.
લગાન ફેમ આદિત્ય લાખિયા : મહેસાણા નોર્થ ક્લબ - CAP દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિશિર ઉપસ્થિત રહ્યા હતા. તદ્ઉપરાંત લગાન ફિલ્મના ફેમસ લેગ સ્પિનર આદિત્ય લાખિયાએ પણ ખાસ હાજરી આપી હતી. ભૂતપૂર્વ ક્રિકેટર શિશિર હટંગડીની મહેસાણાની મુલાકાતથી ક્રિકેટ રસિકોમાં આનંદ જોવા મળ્યો હતો.
ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા : કાર્યક્રમમાં નોર્થ ક્લબના ખેલાડીઓને ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણની સાઈનવાળા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. લગાન ફિલ્મના અભિનેતા આદિત્ય લાખિયાએ ફિલ્મમાં લેગ સ્પિનરનો (કચરા) રોલ અદા કર્યો છે હતો. જેઓએ ફિલ્મનો ડાયલોગ બોલી સૌને ખુશ કર્યા હતા.
આદિત્યનું અમદાવાદ કનેક્શન : અભિનેતા આદિત્ય લાખિયાએ જણાવ્યું કે, હું ગુજરાતી છું અને અહીં મારું ઘર પણ છે. મેં કોલેજનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કોલેજથી રહ્યો છે અને અહીં શીલજમાં મારું ઘર પણ છે. હાલ મારે ફિલ્મ ક્ષેત્રે કામ રહેતું હોવાથી મુંબઈમાં રહું છું.