ETV Bharat / state

ખેડૂતો દ્વારા સહાય મામલે ખોટા સર્વે થયાનો આક્ષેપ, સહાયના ચેક પરત કરી આંદોલનની ચીમકી આપી

આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વેમાં ગોલમાલ કર્યા હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

સહાયના ચેક પરત કરી આંદોલનની ચીમકી આપી
સહાયના ચેક પરત કરી આંદોલનની ચીમકી આપી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

સુરેન્દ્રનગર: ખેડૂતો દ્વારા જિલ્લામાં પાક વળતરની સહાયમાં ગોલમાલ અને યોગ્ય સર્વે ન થયાના આક્ષેપ ખેતીવાડી અધિકારીઓ પર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ખેડૂતો દ્વારા ઓછી પાક સહાય આપી હોવાની રજૂઆત કરી કૃષિમંત્રીને સહાયના ચેક પરત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું જે અંગે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ખેડૂતોએ નુકસાનની રકમ મેળવવા માટે ફોર્મ પણ ભર્યા છે. જે અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવી રહી છે.

ખેડૂતો દ્વારા સહાય મામલે ખોટા સર્વે થયાનો આક્ષેપ (Etv Bharat Gujarat)

પિયત હેકટર દીઠ 24,000 અને બિન પિયતમાં 11,000 ની બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની સરકારની જાહેરાત થઈ હતી જે માટે ખેડૂતો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. અને ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી રહી છે. પરંતુ અહીં જાણવા જેવી બાબત એ છે કે, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમમાં ખેડૂતોને રૂપિયા 1,200 થી લઈ રૂપિયા 5,000 સુધીની સહાય ચૂકવવામાં આવી રહી છે.

ખેડૂતો દ્વારા સહાય મામલે ખોટા સર્વે થયાનો આક્ષેપ

આ દરમિયાન ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, નુકસાનીનું સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઓફિસમાં બેસીને કરવામાં આવ્યું છે અને સ્થળ પર જઈને સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતોને 1200, 2000, 3500, 5000 જેટલી સહાય ચૂકવવામાં આવી રહી છે. ખેડૂતોને અલગ અલગ વળતર આપવામાં આવી રહ્યું છે. આ કારણોસર આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. મુળી, થાન અને ચોટીલા તાલુકાના ખેડૂતો દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વેમાં ગોલમાલ કર્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત મળેલ વળતરની રકમના ચેક કૃષિ મંત્રીને ખેતીવાડી અધિકારી મારફત પરત આપવામાં આવ્યા હતા.

સહાયના ચેક પરત કરી આંદોલનની ચીમકી આપી
સહાયના ચેક પરત કરી આંદોલનની ચીમકી આપી (Etv Bharat Gujarat)

મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય અને આ અંગે સર્વે કરનાર અધિકારીઓ સહિતનાઓ કર્મચારીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે અને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઉપગ્રહ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ દરમિયાન ખેતીવાડી અધિકારી એમ.એ. પરમારે માધ્યમને માહિતી આપી હતી કે, 'ખેડૂતોની રજૂઆત ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. આગળ જે રીતે સૂચના આવશે તે પ્રણામે કાર્યવાહી કરીશું. ઉપરાંત સર્વેમાં જે પ્રમાણે નુકસાની નોંધવામાં આવી છે તે પ્રમાણે ચુકવણી કરવામાં આવી છે.'

આક્ષેપો વિશે જણાવતા અધિકારી કહ્યું કે, 'તેઓ આક્ષેપ નકારે છે.' તેમને કહ્યું કે, 'અધિકારીઓ ફિલ્ડ પર ફર્યા છે ઉપરાંત સર્વે માટે સરપંચને પણ જાણ કરવામાં આવી હતી કે અમે ગામમાં સર્વે માટે આવવાના છીએ.'

આ પણ વાંચો:

  1. 'લોકોને અસુવિધા પહોંચાડ્યા વિના શાંતિપૂર્ણ રીતે વિરોધ કરો', સુપ્રીમ કોર્ટે વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું
  2. ડ્રોન કેમેરાની મદદથી પોલીસે શોધી કાઢ્યા ગાંજાના ખેતરો, ત્રણ ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.