ETV Bharat / state

હરિયાણામાં ચાલતી ટ્રેનમાં વિસ્ફોટ, મુસાફરો ગભરાઈને કૂદી પડ્યા... 4 ઘાયલ

હરિયાણામાં ચાલતી ટ્રેનમાં ફટાકડા ફૂટ્યા. ગભરાટના કારણે મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી, જેના કારણે તેઓ ઘાયલ થયા. - FIRECRACKERS IN TRAIN

હરિયાણામાં ચાલતી ટ્રેનમાં વિસ્ફોટ
હરિયાણામાં ચાલતી ટ્રેનમાં વિસ્ફોટ (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

રોહતકઃ જિલ્લાના સાંપલા રેલ્વે સ્ટેશનથી આગળ ચાલતી ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ ફટાકડાનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. આ ઘટનામાં 4 મુસાફરો ઘાયલ થયા છે.

તમને જણાવી દઈએ કે ટ્રેન જીંદથી દિલ્હી તરફ જઈ રહી હતી. રોહતકથી સાંજે 4.20 વાગ્યે ઉપડેલી ટ્રેન સાંપલા સ્ટેશન પહોંચી હતી. આ પછી સાંપલાથી થોડે આગળ ટ્રેનની એક બોગીમાં અચાનક વિસ્ફોટ થતાં બોગીમાં ખળભળાટ મચી ગયો હતો.

વિસ્ફોટમાં ચાર મુસાફરો ઘાયલઃ વિસ્ફોટને પગલે સર્જાયેલી નાસભાગમાં ચાર મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડતાં ઘાયલ થયા હતા. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું કે અમે બહાદુરગઢ જવા માટે રોહતક રેલવે સ્ટેશનથી 4.20 વાગ્યે ટ્રેનમાં ચઢ્યા હતા. જેવી ટ્રેન સાપલા રેલવે સ્ટેશન પર પહોંચી અને બહાદુરગઢ તરફ આગળ વધી ત્યારે અચાનક ટ્રેનમાં વિસ્ફોટ થયો. આ સાથે જ ટ્રેનની બોગીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન કેટલાક મુસાફરો ચાલતી ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા. કૂદવાથી અને દાઝી જવાથી ચાર મુસાફરોને ઈજા થઈ હતી.

ગંધક પોટાશના કારણે સર્જાયો અકસ્માતઃ જે ડબ્બામાં આગ લાગી તેમાં બેઠેલા મહિલા અને પુરૂષ મુસાફરોએ જણાવ્યું કે, અમારી સીટની ઉપરના સામાનમાં ગંધક પોટાશ રાખવામાં આવ્યો હતો, જે કદાચ વેચાણ માટે લાવવામાં આવી રહ્યો હતો. તેમની સાથે લોખંડના ઓજારો પણ હતા. જેના કારણે બોગીમાં આગ લાગી હતી.

  1. ભારત માટે કેમ ખાસ છે C-295 એરક્રાફ્ટ ? હવે વડોદરામાં થશે પ્રોડક્શન, જાણો C-295 એરક્રાફ્ટની વિશેષતાઓ
  2. 'Happy Diwali બા-દાદા' અમદાાવાદ પોલીસ એકલવાયું જીવન જીવતા વડીલોને ત્યાં મીઠાઈ લઈને પહોંચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.